તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:ભુજની જીઆઇડીસીમાં ઉછીના 4.50 લાખ માટે યુવાનને માર મરાયો

ભુજ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ધંધાની ભાગીદારીમાં પૈસા અટકી જતા 7 લાખનું લખાણ લખાવી લેવાયું
 • બી ડિવિઝનમાં સાત સામે મહાવ્યથાના ભયમાં મુકયાની ફરિયાદ નોંધાઇ

ભુજની જીઆઇડીસીમાં યુવાનને ઢોર માર મારવામાં આવતા બી ડિવીઝન પોલીસ મથકે સાત સામે મહાવ્યથાના ભયમાં મુકાયાની ફરિયાદ નોંધાવાઇ હતી. ધંધાના ભાગીદારીમાં પૈસા અટકી ગયેલા 4.50 લાખ મુદ્દે માર મરાયો હતો અને સાત લાખ રૂપિયાનું નોટરી લખાણ પણ લખાવી લેવાયું છે. સુત્રોમાંથી મળતી વિગતો મુજબ, શુક્રવારે બપોર બાદ જીઆઇડીસીમાં રાકેશભાઇ મુળશંકર જોષી (રહે. વર્ધમાન નગર)વાળાને માર મરાયો હતો જે અંગે સાત સામે ફોજદારી નોંધાવાઇ હતી. ભુજના પ્રકાશ હિંમતલાલ ભાનુશાલી, હિતેશભાઇ રતનભાઇ ગઢવી, ત્રણ અજાણી મહિલા અને બે અન્ય પુરુષ સામે ફરિયાદ નોંધાવાઇ છે. ફરીયાદી અને પ્રકાશ ભાનુશાલી ધંધામાં ભાગીદાર હતા, ફરીયાદીની લોન રીજેકટ થતા નાણા અટવાઇ ગયા હતા, જેથી પ્રકાશભાઇ પાસેથી ટુકડે ટુકડે ઉછીના 4,50,000 રૂપીયા લીધા હતા, જે ભરપાઇ કરી શકયા ન હતા.

આરોપીએ હોટેલ ગ્રાન્ડ થ્રીડી હોટેલ પાસે બોલાવી પૈસાની માગણી કરી હતી, ત્યારે ફરીયાદીએ કહ્યું કે, તમારા પૈસા આપી દઇશ, થોડો સમય આપો. તમામ ભેગા મળીને ફરીયાદીને માર મારી સાત લાખ રૂપીયાનું નોટરી લખાણ લઇ તેમજ ફરીયાદીને જીઆઇડીસીમાં આરોપી હિતેશ ગઢવીની ઓફીસે લઇ જઇ ધોકા તથા લોખંડના પાઇપ વડે માર માર્યો હતો. બાદમાં ફરીયાદીને તેના ઘરે લઇ જઇ ત્રણ અજાણી મહિલા અને બે અજાણ્યા પુરુષે ફરીયાદી પાસેથી સાડા ચાર લાખ બળજબરીથી કઢાવી લેવાના ઇરાદે મૃત્યુ તથા મહાવ્યથાના ભયમાં મુકવાની કોશીષ કરી કોરા સહીવાળા ચેક પડાવી લીધા હતા.

ઓનલાઇન ગેમમાં પરાજયના મનદુ:ખે માધાપરમાં યુવાન પર હુમલો
ભુજ : મોબાઇલમાં ઓનલાઇન જુગારમાં હાર જીતે મોટુ સ્વરૂપ ધારણ કરી લીધું છે. માધાપરમાં મિત્રએ જ મિત્ર પર પીઠના ભાગે હથિયાર ભોંકી દેવાયો હતો. માધાપરના નવાવાસમાં હસમુખ સુથાર અને પરેશ નવીનગર ગુંસાઇ મોબાઇલમાં ગેમ રમી રહ્યા હતા, જેમાં જેનું પરાજય થાય તે ચા પીવડાવશે તેવી શરત નક્કી થઇ હતી. હસમુખ સુથાર હારી જતા પરેશ ગુંસાઇ સાથે બોલાચાલી કરી હતી બાદમાં મામલો શાંત પડયો હતો. શનિવારે એ વાતનું મનદુ:ખ રાખી આરોપી હસમુખ સુથારે ફરીયાદીને કમરના ભાગે તીક્ષ્ણ હથિયાર ઝીંકી ઇજાઓ પહોંચાડતા સારવાર માટે ખસેડાયો હતો. બી ડિવિઝન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આરોપી પૈકી એક સસ્પેન્ડેડ પોલીસ કર્મચારી
મહાવ્યથાની ફરિયાદ નોંધાઇ છે એ આરોપી હિતેશ ભાઇ રતનભાઇ ગઢવી સસ્પેન્ડેડ પોલીસ કર્મચારી છે. 2016ના વર્ષમાં આવેલી નોટબંધી ટાણે એક કરોડ રૂપીયાની છેતરપિંડી કરવામાં આવી હતી, જેમાં જુની નોટ આપીને નવી નોટ આપવાના બહાને પૈસા પડાવી લેવાયા હતા. જો કે, એ બનાવમાં તેની ભુમીકા સામે આવતા બી ડિવિઝન પોલીસ મથકેથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.

હમલા મંજલમાં શખ્સને સાસુ, સાળા, પત્ની-પુત્રીએ માર માર્યો
માંડવી તાલુકાના હમલા મંજલમાં રહેતા આધેડને સાસુ, સાળા અને પત્ની-પુત્રીએ માર માર્યો હતો. માંડવી પીડબ્લ્યુડી કચેરીમાં નોકરી કરતા અને હમલા મંજલના રહેવાસી ખુશાલભાઇ ભવાનભાઇ રાજગોરે પોતાની સાસુ પ્રભાબેન હિરાલાલ જોશી, સાળા દિપક, પત્ની પ્રેમીલાબેન અને પુત્રી પ્રિયા સામે ગઢશીશા પોલીસ મથકે ફોજદારી નોંધાવી હતી. શનિવારે સાસુએ કહ્યું કે, મારી દિકરીને કેમ પરેશાન કરો છો ? તેથી ફરિયાદીએ શાંતીથી રહીએ છીએ અને તમો ઘરસંસારમાં શા માટે આગ લગાડો છો તેમ કહેતા ઉશ્કેરાઇ જઇને મુઢ માર મારવાનું શરૂ કર્યું હતું. ડખો થતા પુત્ર જીગર ત્યા આવીને છોડાવ્યા હતા બાદમાં પોલીસ મથકે ફોજદારી નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો