તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:બારોઇ રોડ પર ખાનગી બસની હડફેટે યુવાનનું મોત

ભુજએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મુન્દ્રાના પરા સમાન વિસ્તારમાં બસ રિવર્સ લેતી વખતે ભુજના અાશાસ્પદ યુવાનને કચડી નાખ્યો

મુન્દ્રાના પરા સમાન બારોઇ રોડ પર ખાનગી બસના ચાલકે રિવર્સ લેતી વખતે યુવાનને હડફેટે લીધો હતો, મુળ ભુજનો યુવાન બસ નીચે કચડાઇ જતા વોરા યુવાનનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ઘટના સ્થળેથી પ્રાપ્ત માહિતી મુજબ ઉપરોક્ત બનાવ બપોરે ત્રણ વાગ્યાના અરસામાં બારોઇ રોડ સ્થિત સ્વામિનાયણ મંદિર નજીક બન્યો હતો.જેમાં મિતરાજ લખેલી જીજે-12 એઇ 1577નંની ખાનગી બસના ચાલકે રિવર્સ લેતી વખતે ભુજથી ધંધાર્થે મુન્દ્રા વસવાટ કરનાર અમ્માર મુર્તઝા દાણાવાળા (ઉ.વ.23 રહે હાલે વોરા કોલોની-મુન્દ્રા)ને હડફેટે લઈ કચડી નાખતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.બનાવને પગલે ઘટના સ્થળે ઘસી આવેલી સ્થાનિક પોલીસે હતભાગી મૃતકના શબને સીએચસીમાં ખસેડી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી.

બારોઇ રોડ પર ખાનગી બસોનો જમાવડો રાહદારીઓ માટે ઘાતક રાહદારીઓથી ધમધમતા નગરના અતિવિકસિત વિસ્તાર એવા બારોઇ રોડ સ્થિત સાર્વજનિક પ્લોટો પર કર્મચારીઓને ફરજ પર લઇ જતી ખાનગી બસોનો મેળાવડો જામે છે.ત્યારે સૂચિત માર્ગ પર ભારે માત્રામાં અવરજવર ધરાવતા રાહદારીઓ પર સતત અકસ્માત નો ભય મંડરાતો રહે છે.જેને અનુલક્ષીને ખાનગી બસોને બારોઇ રોડ પર પ્રવેશ નિષેધ ફરમાવાની લોક માંગ ઉઠી છે.

માધાપર પાસે અજાણી કારે બાઇકને ટક્કર મારી ભુજની ભાગોળે કુકમાથી ભુજ તરફ બાઇકથી જતા સંજય બાબુભાઇ અંસારી (રહે. કુકમા) ને માધાપર પોલીસ ચોકી નજીક સફેદ કલરની અજાણી કારે ટક્કર મારતા ઇજાઓ પહોંચી હતી. કારની હડફેટે આવી જવાથી પગમાં ફેચર સહિતની ઇજા પહોંચતા સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

નખત્રાણામાં દુધના ટેમ્પાએ યુવાનને હડફેટે લીધોનખત્રાણા બસ સ્ટેશન રોડ પર રામનગરમાં રહેતો કાનજી પેથાભાઇ મહેશ્વરી બાઇકથી જતો હતો ત્યારે અમુલ દુધના ટેમ્પા વાળાએ બાઇકને હડફેટે લેતા જમણા પગે તેમજ શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. પ્રાથમિક સારવાર માટે નખત્રાણા ખસેડાયા બાદ વધુ સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

મુંદરાથી પરત આવતા ભુજના પરીવારને નડયો અકસ્માત મુંદરાથી પરત ભુજ આવી રહેલા પરીવારની રીક્ષાને ટપ્પર પાસે ટ્રકે ટક્કર મારી હતી. મુંદરા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ, મહમદ અબ્બાસ ભીમાણી શનિવારે પોતાની રીક્ષા લઇ નૌલાદ ધમાણી, નસીમ ધમાણી અને નઇમ અબ્બાસ ધમાણી સાથે મુંદરા ગયા હતા, ત્યાંથી પરત ભુજ આવી રહ્યા હતા ત્યારે ટપ્પર પાસે જીજે 12 બીયુ 2611 વાળી ટ્રકના ચાલકે ટક્કર મારતા ફેકચર સહિતની ગંભીર ઇજાઓ પહોંચી હતી. મુંદરા પોલીસે ગુનો નોંધી આગળની તજવીજ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો