આત્મહત્યા:ઘર જમાઇ થવાનું દબાણ કરાતાં સંજોગનગરમાં યુવાનનો આપઘાત

ભુજ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મરવા માટે મજબુર કરનાર સાસુ-સાળા સામે મૃતકના ભાઇએ નોંધાવ્યો ગુનો
  • સાસરીયા પત્ની અને સંતાનોને સાથે લઇ જતાં મનપર લાગી આવતાં ભર્યું પગલું

ભુજના સંજોગનગરમાં રહેતા બે સંતાનના પિતાને સાસુ સાળા સહિત સાસરીયા દ્વારા ઘર જમાઇ રહેવા આવી જવા માટે બળજબરી કરી પત્ની સાથે પુત્ર-પુત્રીને લઇ જતાં જેનું મનપર લાગી આવતાં યુવાને ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. બનાવને પગલે ડીવાયએસપી સહિતના પોલીસ અધિકારીઓનો કાફલો સ્થળ પર ધસી જઇને તપાસમાં જોતરાઇ હતી. દરમિયાન મૃતકના ભાઇએ ભાઇને મરવા મજબુર કરનાર સાસુ-સાળા વિરૂધ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

શહેરના સંજોગનગર બીજી પાપડી પાસે રહેતા ઇરફાન મામદ મોગલ (ઉ.વ.33) નામના યુવાને બુધવારની રાતથી ગુરૂવારની સવાર દરમિયાન પોતાના ઘરમાં પંખા પર ઓઢણી બાંધીને ફાસો ખાઇ આપઘાત કરી લીધો હતો.બનાવ અંગે મૃતકના ભાઇ સોકતઅલી મામદ મોગલે પોલીસને જાણ કરતાં પોલીસ ટીમ ડીવાયએસપી જે.એન. પંચાલ સહિતના અધિકારીઓ સાથે ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. અને યુવાનના આપઘાત પાછળના કારણો જાણવા તપાસ આદરી હતી. દરમિયાન મૃતકના ભાઇ સોકતઅલી મામદ મોગલે તેના હતભાગી ભાઇને મરવા મજબુર કરવા સબબ ભાઇના સાસુ યાસ્મીન ઇકબાલ સમેજા અને સાળા નવાજ ઇકબાલ સમેજા વિરૂધ ગુનો નોંધાવ્યો હતો.

ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેમના મૃતક ભોટાભાઇ ઇરફાને તેમની સાસુ અને સાળા દ્વારા ઘર જમાઇ તરીકે આવી જવા વારંવાર દબાણ કરવામાં આવતું હતું. અને બુધવારે સવારે ભાઇના સાસુ-સાળા સાળી ઘરે આવ્યા હતા. અને ઇરફાન સાથે ઝઘડો કરતા હતા. તે દરમિયાન ફરિયાદી પહોંચી જતાં ફરિયાદીને ભાઇના સાળાએ ધમકી આપી હતી કે, મારી પોલીસમાં ઓણખાણ છે. તુ તારા ભાઇને સમજાવીશ નહીં તો, ખોટા કેસમાં તને ફસાવી દઇ તેવું કહી ફરિયાદીના ભાભી અને સંતાનોને લઇ ભાઇના સાળા સાસુ ત્યાંથી જતા રહ્યા હતા. બાદમાં ભાઇ ઘરે એકલો હોય ટેન્શનમાં રાત્રીથી સવાર દરમિયાન આપઘાત કરી લીધો હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...