ક્રાઇમ:પોલીસ કવાર્ટર પાસે મહિલાનું પર્સ લૂંટનારો યુવાન પકડાયો

ભુજ20 દિવસ પહેલા
  • કૉપી લિંક

શુક્રવારે શહેરના પોલીસ 36 કવાર્ટર પાસે અેક્ટીવાથી જઇ રહેલી મહિલાને કુહાડીથી ઉભી રખાવી પર્સ લુંટનારા ઇસમને અેલ.સી.બી.અે ખારી નદી રોડ પાસેથી દબોચી લીધો હતો. પોલીસે 720 રોકડ અને અેક મોટર સાઇકલ મળી કુલ 20,720નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

સુત્રોમાંથી મળતી વિગતો મુજબ શુક્રવારે મહિલાની લુંટનો અારોપી ખારીનદી રોડ રેલવેના ફાટક નજીક ઉભો હોવાથી અેલસીબીની ટીમ ત્યાં પહોંચતા મુસ્તાક ઉર્ફે મુર્ગી રહેમતુલ્લા સોઢા (રહે. રહીમનગર,ભુજ)વાળો ઉભો હતો, પોલીસે યુક્તિ-પ્રયુક્તિથી પુછપરછ કરતા તેણે મહિલાની કુહાડી વડે ઉભી રખાવી પર્સ લઇને નાસી છુટયો હોવાની કબુલાત કરી હતી.

મહિલાના પર્સમાં બે હજાર રોકડા અને અેક સેમસંગ કંપનીનો મોબાઇલ હતો. પોલીસે મુસ્તાક સોઢાની અટકાયત કરી તેની પાસેથી 720 રૂપિ્યા રોકડા અને 20 હજાર કિંમતની અેક મોટરસાઇકલ કબજે કરી અે ડિવીજન પોલીસ મથકને સોંપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...