તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કચ્છમાં માર્ગ અકસ્માતના બનાવોમાં ત્રણ યુવાનો કાળનો કોળીયો બન્યા હતા. મુન્દ્રા મધ્યે પોર્ટ રોડ પર ટ્રેલરની હડફેટે બાઈક ચાલક અને અંજારના વડી ગામ નજીક બાઇક સ્લીપ જવાથી તો, નખત્રાણાના પુંવરેશ્વર પાસે ટ્રક બાવડની ઝાડીમાં ઘુસી જતાં જામનગરના યુવાન ચાલકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.
પ્રાપ્ત વિગત મુજબ બનાવ મંગળવારે બપોરે મુન્દ્રા પોર્ટ રોડ પર રાશાપીર સર્કલથી આગળ આવેલ સદગુરૂ કોમ્પ્લેક્સ નજીક બનવા પામ્યો હતો. જેમાં પુરપાટ વેગે આવતા ટ્રેલરના ચાલકે મોટરસાયકલ સવાર અમિત અનીલ પાલ (ઉ.વ.20) રહે નાના કપાયાને હડફેટે માથાના ભાગે ગંભીર ઇજા પહોંચાડી હતી. હતભાગીને સારવાર કારગત થાય તે પૂર્વે મોત આંબિ ગયું હતું. મુન્દ્રા પોલીસ ટ્રેલરના અજાણ્યા ચાલક વિરૂધ અકસ્માતનો ગુનો દર્જ કરી તપાસ હાથ ધરી છે. જ્યારે નખત્રાણાના મોટા યક્ષ અને પૂંવરેશ્વર નજીક મંગળવારે વહેલી સવારે ચાર વાગ્યાના અરસામાં જામનગર પાસિંગની ટ્રકના ચાલક કાબુ ગુમાવી દેતાં ટ્રક બાવડની ઝાડીમાં ઉતરી ગઇ હતી. જેને કારણે તેને માથામાં અને મોઢા પર ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ નખત્રાણા પોલીસને થતાં સ્થળ પર હોમગાર્ડના જવાનો પહોંચીને ચાલકને ટ્રકમાંથી બહાર કાઢી 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડતાં તબીબે મૃત જાહેર કર્યો હતો. હતભાગી ડ્રાઇવીંગ લાયસન્સ પરથી તે જામનગર જિલ્લાના ખંભાળીયાનો 26 વર્ષીય માલદે ભીમાભાઇ પરમાર હોવાનું જણાતા નખત્રાણા પોલીસે આગળની કાર્યવાહી કરી છે. જ્યારે અંજારના વીડી ગામે રહેતા ભરતભાઇ પાંચાભાઇ પરમાર (ઉ.વ.34) પોતાની મોટર સાયકલથી અંજારથી વીડી પોતાના ઘરે મંગળવારે બપોરે આવતો હતો ત્યારે વીડી ગામ નજીક બાઇક સ્લીપ થતાં તે લોખંડની ગ્રીલ સાથે અથડાતાં તેને માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘાયલને અંજારની સરકારી હોસ્પિટલમાં લઇ જવાતાં જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત ઘોષિત કર્યો હતો.અંજાર પોલીસે તપાસ હાથ ધરી છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.