આયોજન:મતદાતાની જાગૃતિ માટે 5 શ્રેણીમાં યોજાશ સ્પર્ધા

ભુજ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 3 હજારથી 2 લાખ સુધીનો અપાશે રોકડ પુરસ્કાર

મતદાતા જાગૃતિ માટે પાંચ શ્રેણીમાં વિવિધ સ્પર્ધાઅો યોજાશે, જેમાં વિજેતા થયેલા સ્પર્ધકોને 3 હજારથી 2 લાખ સુધી રોકડ પુરસ્કાર અપાશે. મારો મત એ મારું ભવિષ્ય છે-એક મતની તાકાત થીમ પર િક્વઝ, સ્લોગન, ગીત સ્પર્ધા, વિડિયો બનાવવાની સ્પર્ધા અને પોસ્ટર ડિઝાઇન સ્પર્ધા યોજાશે. ક્વિઝ સ્પર્ધા 3 સ્તરોમાં યોજાશે, જે ત્રણેય સ્તરો પૂર્ણ થયા પછી તમામ ભાગ લેનારાઓને ઈ-પ્રમાણપત્ર મળશે. ગીત સ્પર્ધામાં સ્વરચિત રચનાઓ બનાવી અને શેર કરવાની રહેશે. ગીતનો સમયગાળો 3 મિનિટનો રહેશે. વીડિયો મેકિંગ સ્પર્ધામાં વીડિયો માત્ર એક મિનિટનો રહેશે.

પોસ્ટર ડિઝાઇન સ્પર્ધામાં ડિજિટલ પોસ્ટર, સ્કેચ અથવા જાતે દોરેલા પોસ્ટર રજૂ કરી શકાશે. વિવિધ સ્પર્ધાઅોમાં વિજેતાઅોને 3 હજારથી 2 લાખનો રોકડ પુરસ્કાર અપાશે. અલગ-અલગ કેટેગરીની એન્ટ્રીઓનો નિર્ણય ભારતના ચૂંટણી પંચ દ્વારા રચાયેલી જ્યુરી દ્વારા કરાશે. પુન: મુલ્યાંકનના દાવાઓ ધ્યાને લેવાશે નહીં. સ્પર્ધકોઅે http://ecisveep.nic.in/conteest/ પરની માર્ગદર્શિકા અને શરતોનું પાલન કરવાનું રહેશે. સ્પર્ધકોઅે વિગતો સાથે એન્ટ્રીઓ 15 માર્ચ સુધી contest@eci.gov.in પર ઈમેઈલ કરવાની રહેશે, જેમાં સ્પર્ધા અને શ્રેણીના નામનો ઈ-મેઇલના વિષયમાં સ્પષ્ટપણે ઉલ્લેખિત કરવાનો રહેશે.

અન્ય સમાચારો પણ છે...