તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બિન ઉપયોગી:નિષ્ફળ ભારાપર યોજનામાં વધુ 3 બોર બનાવી પીળા પાણી ઉલેચાશે

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સતત નીચા જતા ભૂગર્ભ જળ ઉલેચવા ઉપર સેવાતી ચિંતાની ઉપેક્ષા
  • નર્મદાના પાણીની સંગ્રહ શક્તિ અને વિતરણ વ્યવસ્થા સુધરતી નથી

ભુજ નગરપાલિકાઅે 24 કરોડના ખર્ચે ભારાપર પાણી યોજના બનાવી છે. પરંતુ, કાયાવાળુ પીળુ પાણી નીકળતા બિન ઉપયોગી થઈ ગઈ છે. વળી સતત અેક પછી અેક બોર નિષ્ફળ થતા રહ્યા છે. અામ છતાં વધુ નવા 3 બોર બનાવવાનો નિર્ણય લેવાયો છે. જે સતત નીચા જતા ભૂગર્ભ જળ ઉલેચવા ઉપર સેવાતી ચિંતાની ઉપેક્ષા સમાન છે.

ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ મારફતે 24 કરોડના ખર્ચે ભારાપર પાણી યોજના બનાવાઈ હતી, જેમાં 12 બોર બનાવાયા હતા. પરંતુ, તમામ કાર્યરત ન હતા. જે બાદ અેક પછી અેક બોર નિષ્ફળ જવા લાગ્યા હતા, જેથી સમયાંતરે વધુ બોર બનાવાતા ગયા હતા, જેમાંથી ઊંચા ટીડીઅેસને કારણે પીવાલાયક પાણી નીકળતું ન હતું. અેટલું જ નહીં વધુ પડતા કાયાવાળા અને પીળાશ પડતા પાણીને કારણે વાસણ અને કપડા ધોવામાં પણ ઉપયોગમાં લઈ શકાતું ન હતું.

પરંતુ, મુન્દ્રા રિલોકેશન સાઈટ અને અેને અડોઅડ બનતા નવા મકાનોને કારણે નછૂટક ભારાપર પાણી યોજના ઉપર અાધારિત રહેવું પડ્યું છે. હજુ પણ ચંગલેશ્વર પાણી અન્ડર ગ્રાઉન્ડ અને અોવર હેડ ટેન્ક બન્યા નથી, જેથી વધુ 3 નવા બોર બનાવવાનો નિર્ણય લેવાયો છે.

બોરના ખર્ચમાં ભ્રષ્ટાચારના અાક્ષેપો થતા રહ્યા છે
ભુજ નગરપાલિકાના વિપક્ષ દ્વારા ભારાપર પાણી યોજના અને અન્ય જગ્યાઅે બોરમાં મોટર બદલવા અને મરંમતમાં લાખોનો ભ્રષ્ટાચાર થતો હોવાનો અાક્ષેપ થતો રહ્યો છે. કેમ કે, સામાન્ય ખેડૂત 2થી 3 લાખમાં બોર બનાવી નાખતા હોય છે અને ભુજ નગરપાલિકા તમામ સરસાધન સાથે તૈયાર બોર સુપરત કરવાની શરતે 15થી 18 લાખ રૂપિયા ખર્ચી નાખે છે. અે પછી મોટર બગડવાના અને કેબલના ખર્ચા અલગથી ઊભા જ પડ્યા હોય છે.

અન્ય સમાચારો પણ છે...