તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:કચ્છમાં યમરાજાનો પડાવ જારી ,અકસ્માત, અપમૃત્યુમાં 9ના મોત

ભુજ5 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • હોળી-ધૂળેટીથી અકાળે મોતના બનાવોનો ચાલતો સીલસીલો
 • 5 યુવાન, એક તરૂણ, એક સગીરા, યુવતી અને વૃધ્ધે જીવ ખોયા

હોળી ધૂળેટીથી જાણે કચ્છમાં યમરાજાએ લટાર મારી હોય તેમ અવિરત આપઘાત અકસ્માતના બનાવો વધી રહયા છે. કચ્છમાં મંગળવારે વિવિધ અપમૃત્યુના બનાવોમાં પાંચ યુવાન, એક તરૂણ, એક સગીરા, યુવતી અને વૃધ્ધના અકાળે મોત નિપજ્યા છે.

બિદડામાં ઝેરી દવા પી લેતા યુવકનું મોત : એમએલસી દાખલ ન કરાવનાર તબીબ સામે ફરિયાદ નોંધવા ધા
માંડવીના બિદડામાં ગામે ઘર જમાઇ તરીકે રહેતા રહેતા મંગલ રમેશભાઇ જોગી (ઉ.વ.40)એ સાસુ સસરા સાથે ઝઘડો થતાં ગત 27મી માર્ચના સાંજે ઝેરી દવા પી લીધી હતી. બાદમાં ભુજ પાલરા જેલ પાસે રહેતા પિતા રમેશભાઇ જેડાભાઇ જોગીના ઘરે આવ્યો હતો. જેને સારવાર માટે જી.કે.માં દાખલ કરાતાં મંગલભાઇનું સારવાર દરમિયાન સોમવારે રાત્રે મોત નિપજ્યું હતું. બનાવ સંદર્ભે જી.કે.માં પોલીસને એમએલસી ન નોંધાવતાં મૃતકના પરિવારજનો અને સમાજના લોકો દ્વારા હતભાગીની લાશ સ્વીકારવાનો ઇનકાર કરાયો હતો અને એમએલસી ન નોંધાવનારા તબીબ સામે ફરિયાદ નોંધ તેમજ ફરજ મોકુફ કરવા અંગે આરોગ્ય સચીવ ગાંધીનગરને સંબોધીને કચ્છ કલેકટર, જી.કે.સીવીલ સર્જન, જિલ્લા પોલીસ અધિકારી સહિતનાઓને લેખિત રજુઆત કરી કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી. માંડવી પોલીસે અકસ્માત મોતનો ગુનો દર્જ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

ભુજોડીમાં 19 વર્ષીય યુવતીએ ફાંસો ખાધો
ભુજ તાલુકાના ભુજોડી ગામે રહેતી 19 વર્ષિય યુવતી રીતુબેન બાબુલાલ દેવજીભાઇ સીજુએ પોતાના ઘરે કોઇ અગમ્ય કારણોસર હુકમાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ લેતા સારવાર માટે જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જયાં ફરજ પરના તબીબે યુવતીને મૃતજાહેર કરતા બી ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો દર્જ કરીને એએસઆઇ યશવંદાનભાઇ ગઢવીએ યુવતીના આપઘાત પાછળના કારણો જાણવા આગળની તપાસ હાથ ધરી છે.

રાપરમાં 15 વર્ષના તરુણે ગળે ટુંપો ખાઇ લીધો
રાપરના પીએચસીપાછળ, આથમણા નાકાબાજુ રહેતા 15 વર્ષના તરુણ આનંદ કિશોર ઝાલા (વાલ્મીકી)એ તા.05/04એ પોતાના ઘરે કોઇ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા આઘાતની લાગણી પ્રસરી હતી. રાપર પોલીસે અકસ્માત મોત નોંધીને તપાસ આદરી હતી.

કિડાણામાં પાઈપમાં દોરી બાંધી યુવાનનો આપઘાત
ગાંધીધામના કિડાણા ગામમાં રહેતા 20 વર્ષીય વિપુલભાઈ હરેશભાઈ પરમારે સોમવારના સવારે કોઈ કારણોસર પોતાના ઘરે લાઈટના જતા પાઈપમાં દોરી બાંધીને ગળે ફાંસો આપઘાત કરી લીધો હતો. મૃતદેહને પીએમ માટે માસીયાઈ ભાઈ રામબાગ હોસ્પિટલ લઈ આવતા પોલીસ મથકે નોંધ કરાવાઈ હતી.

ચોપડવાની સોલ્ટ કંપનીમાં 15 ફૂટથી પટકાતાં યુવાનનું મોત
ભચાઉના ચોપડવા ગામે આવેલા મેરામણ સોલ્ટ કંપનીમાં સોમવારના સવારે 20 વર્ષીય અભિષેક નિકોલસ ટોપો કામ કરતો હતો ત્યારે પંદરેક ફીટની ઉંચાઈએથી નીચે પટકાતા માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા મોત નિપજ્યું હતું. ભચાઉ પોલીસે અકસ્માત મોત દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી હતી.

ઘડાણી ગામે માનસિક બીમાર પત્નિ-પુત્રની સારવારથી કંટાળી વૃધ્ધે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું
નખત્રાણાના ઘડાણીમા રહેતા 65 વર્ષીય જયંતીભાઇ રામજીભાઇ હંસોરાએ તેમની પત્નિ અને પુત્રની માનસિક બીમારીની સારવાર કરાવીને કંટાળી જતાં મંગળવારે સવાર પોતાના ઘરે આડી પર રસ્સો બાંધીને આપઘાત કરી લીધો હતો. નખત્રાણા પોલીસના જણાવ્યા પ્રમાણે હતભાગીના પત્નિ અને પુત્ર માનસિક બીમાર હોઇ તેમની દવા ચાલુ હતી. અને અન્ય એક પુત્ર મુંબઇ રહેતો હોઇ અહીં પત્નિ અને પુત્રીની સારવાર કરાવી કરાવીને કંટાળી જતાં આત્મઘાતી પગલું ભર્યું હતું.

મેઘપર-કું.માં માતાએ ઠપકો આપતા સગીરાએ મોત વ્હોર્યું
અંજાર તા.ના મેઘપર-કું.ની ગુરુકૃપા સોસાયટીના મકાન નં. 157માં રહેતી અને 8માં ધોરણમાં અભ્યાસ કરતી 14 વર્ષીય મીના કાંતિ ખેમસુરીયા (ચારણ) શાળાએથી એક કલાક મોડી ઘરે પહોંચતા માતાએ ઠપકો આપ્યો હતો. જે વાત તેને લાગી આવતા ઘરે ટૂંપો ખાઈ આપઘાત કર્યો હતો.

મોડવદરના ટીમ્બરમાં યુવાને ફાંસો ખાઇ જીવન લીલા સંકેલી
અંજાર તાલુકાના મોડવદર ગામે આવેલ શિવશક્તિ ટીમ્બરમાં રહેતો 18 વર્ષીય પિન્ટુ માણેકલાલ રાયએ પોતાના ઘરે વહેલી સવારે 6 વાગ્યા પહેલા કોઈપણ સમયે કોઈ અગમ્ય કારણોસર ગળે ફાસો ખાઈ આપઘાત કર્યો હતો. જે સંદર્ભે અંજાર પોલીસે અકસ્માત મૃત્યુની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

રતનાલ પાસે બોલરો હડફેટે રાહદારી યુવાને જીવ ગુમાવ્યો
રતનાલમાં રહેતા રમેશ રાણા ડુંગરિયાની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવ્યું હતું કે, તેના ભાઇ 38 વર્ષીય ધીરજભાઈ અંજાર-ભુજ હાઇવે પર કૈલાસ બાગ પાસેથી પગપાળા જતા હતા ત્યારે બોલેરોના ચાલકે તેને હડફેટે લઈ મૃત્યુ નિપજાવ્યું હતું અને બાદમાં બોલેરો મૂકી નાસી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો