ક્રાઇમ / કચ્છમાં યમદુતની લટાર : એક દિ’માં 8 મોત

Yamadut's stroll in Kutch: 8 deaths in one day
X
Yamadut's stroll in Kutch: 8 deaths in one day

  • નાની ભુજપુરમાં યુવતીનો આપઘાત
  • માંડવી-આસંબીયામા સ્ત્રી-પૂરૂષના ઝેર પીવાથી મૃત્યુ
  • અંજારમાં બે આધેડના જીવ ગયા

દિવ્ય ભાસ્કર

May 23, 2020, 05:00 AM IST

ભુજ. કચ્છ પર જાણે કાળ ચક્રફરી વળ્યું હોય તેમ એકજ દિવસમાં છ-છ જીંદગીઓ પર પુર્ણવિરામ મુકાઇ ગયો હતો. જેમાં મુન્દ્રાના ભુજપુરમાં યુવતીએ ગળે ફાંસો ખાઇ મોત માંગ્યું, તો માંડવીના ખારવા પાંચાડામાં મહિલાએ ટોઇલેટમાં વપરાય તે ઝેરી પ્રવાહી પીને, અને નાના આસંબીયામાં વૃધ્ધે પાકમાં છાંટવાની દવા પી લેતા મોત નિપજ્યું હતું. જ્યારે અંજારમાં છત પરથી પટકાતાં આધેડનું મોત થયું જ્યારે એક આધેડનો મૃતદેહ મળી આવ્યો હતો. એક સાથે 6 જણાના મોતથી અરેરાટી વ્યાપી ગઇ હતી.પ્રાપ્ત વિગતો મુજબ મુન્દ્રાના નાની ભુજપુર ગામે સાવિત્રીબેન રામભાઇ ગઢવી (ઉ.વ.23) નામની યુવતીએ શુક્રવારે સવારે સાડા અગ્યારના સમયગાળા દરમ્યાન અગમ્ય કારણોસર પોતાના ઘરે પંખામાં રસ્સી બાંધી ગળે ફાંસો ખાઈ લેવા તેને તાત્કાલીક સારવાર અર્થે સીએચસીમાં ખસેડાઈ હતી.ત્યાં હતભાગી યુવતીને સારવાર મળે તે પહેલાં ફરજ પરના તબીબે તેને મૃત ઘોષિત કરી હતી. ઘટનાને પગલે મુન્દ્રા પોલીસે અકસ્માતનો ગુનો દર્જ કરી પ્રાથમિક તપાસ મુન્દ્રા પીઆઇ પીકે પટેલે હાથ ધર્યા બાદ આગળની તપાસ ડીવાય એસપી પંચાલને સુપ્રત કરી છે. તો માંડવીના ખારવા પાંચાડામાં રહેતા જ્યોત્સનાબેન નરશીભાઇ ઝાલા (ઉ.વ.58)એ અગમ્ય કારણોસર ગુરૂવારની રાત્રીના સાડા બાર વાગ્યે  ટોઇલેટમાં વપરાતુ પ્રવાઇ પી લેતાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે માંડવી તાલુકાના નાના આસંબિયા ગામે વાડી વિસ્તારમાં કુંવરજી માવજી વેકરિયા (ઉ.વ. 60)એ રંજકામાં દવા છાંટતા હતા ત્યારે દવાની ઝેરી અસરથી તેને સારવાર માટે ભુજની જી.કે.માં ખસેડતાં વહેલી સવારે હોસ્પિટલ બીછાને દમ તોડ્યો હતો. માંડવી પોલીસે તપાસ હાથ ધરી છે.તો બીજી તરફ અંજારના મિથિલા નગરમાં રહેતા રહેતા 58 વર્ષીય વિજયભાઈ વેલજીભાઈ દેસાઈ પોતાના મકાનના ચાલતા બાંધકામ દરમ્યાન નિરિક્ષણ માટે ગયા હતા. ત્યારે મકાનના બીજા માળે છત પરથી નીચે પટકાતા મોતને ભેટ્યા હતા. તો બીજી તરફ સવાસર નાકા પાસે બપોરના ભાગે મેમણ મસ્જિદની સામે, અંદાજિત 70થી 75 વર્ષની ઉંમરના અજાણ્યા આધેડનું મૃતદેહ મળી આવ્યો હતો. અંજાર પોલીસે અકસ્માત મોતનો ગુનો દર્જ કરી તપાસ હાથ ધરી  છે. 

દુધઇમાં સગીરાની ઝેરી દવા પી આત્મહત્યા 

અંજાર તાલુકાના દુધઈ ગામે રહેતી 17 વર્ષીય કિરણબેન ભીખાભાઇ ઠાકોર નામની સગીરાને તેના વાલીઓએ કપડા લેવાની ના કહેતા મનપર લાગી આવવાથી ગત 19મેના સાંજે 6 વાગ્યાના અરસામાં પોતાના ઘરે જ ઝેરી દવા પી લીધું હતી. જેનું સારવાર દરમિયાન ભુજ જી.કે. જનરલ હોસ્પિટલમાં મોત થયું હતું.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી