તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના બેકાબૂ:લોકડાઉન પછી નવરાત્રિ સમયે માંડ ખુલેલા શહેરના મલ્ટિપ્લેક્સોની હાલત બંધ કરતાંય ખરાબ

ભુજ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લાખોના ખર્ચા કરતા માલિકોને બોણીના પણ વાંધા

સરકાર દ્વારા ગયા મહિને થિયેટર ખોલવાની મંજૂરી મળ્યા બાદ સંચાલકોને આશા હતી કે લોકડાઉન દરમિયાન જે નુકસાની વેઠવી પડી હતી એ આવનારા દીપોત્સવી પર્વના દિવસોમાં કેટલેક અંશે સરભર થઇ જશે પરંતુ સમગ્ર તહેવારોના માહોલ દરમિયાન કોરોના મહામારીનો ભય તો ફેલાયેલો જ હતો અને લોકોએ પણ જરૂરી કામોને બાદ કરતાં મનોરંજન જેવા શોખથી લગભગ દૂર રહેવાનું મુનાસીબ માન્યું હતું. કોરોનાના સંક્રમણના ડરના કારણે ફિલ્મોના શોખિનો મનોરંજનથી દૂર રહે છે.

દિવસ દરમિયાન આઠ-આઠ શો રાખવા છતાં પણ માત્ર એક પ્રેક્ષક (રાજા) માટે પણ ફિલ્મ ચાલુ કરી
લગભગ એક મહિનાથી પણ વધારે સમય સિનેમાઘરો ખૂલ્યાને થઈ ગયા છતાં પણ સંક્રમણના ડર અને મધ્યમ વર્ગની ડગુમગુ થતી આર્થિક સ્થિતિના કારણે દિવાળી જેવા તહેવારોમાં પણ માત્ર 100થી 200 પ્રેક્ષક બે દિવસ દરમિયાન દેખાયા હતા. દિવસ દરમિયાન આઠ શોમાં અલગ-અલગ ફિલ્મો હોવા છતાં પણ દિવસ દરમિયાન માત્ર પાંચ પ્રેક્ષક આવે છે. એક વખત તો માત્ર એક પ્રેક્ષકના કારણે પણ શો ચાલુ રખાયો હતો એમ ભુજના એક થિએટરના મેનેજરે જણાવ્યું હતું. સંભવિત, એ પ્રેક્ષકને સમગ્ર થિયેટરમાં રાજા જેવો અહેસાસ પણ થયો હશે.

આજથી 4 અઠવાડિયા સુધી સિનેમાગૃહ બંધ
ભુજ સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને શનિવારથી 4 અઠવાડિયા સુધી સ્વૈચ્છિક રીતે થિયેટર બંધ રાખવામાં આવશે. ત્યારબાદ પણ જો કોરોના કેસની સ્થિતિ આવી જ રહી તો સિનેમાગૃહ બંધ રાખવાની અવધી તે રીતે લંબાવવામાં આવશે. - ભુજ સિનેમાગૃહ સંચાલક : અનિલ ગોર

લોકોમાં કોરોનાનો ભય દુર કરવા થિયેટર ચાલુ રહેશે
લોકડાઉનમાં લોકો ઘરમાં પૂરાયેલા રહ્યા હતા અને હવે જયારે છૂટછાટ મળી છે ત્યારે ફરી કોરોના મહામારીના કેસોમાં વધારો થઇ રહ્યો છે, જેના કારણે લોકોમાં ડર પેસી ગયો છે. આવી સ્થિતિમાં ભલેન દર્શકો 5થી 10 જેટલા હોય તો પણ લોકોમાંથી કોવિડ-19નો ભય દુર કરવા સરકારની ગાઇડલાઇન મુજબ સિનેમાગૃહ ચાલુ રહેશે. - ભુજ સિનેમાગૃહ સંચાલક : જટુભા

કોરોના મહામારી વચ્ચે ખર્ચના 10 ટકા મેળવવા પણ મુશ્કેલ
કોરોનાના કારણે તેમજ મુંબઈથી નવી ફિલ્મો રજૂ નહી થતા થિયેટરમાં પ્રેક્ષકોનો અભાવ છે, એક મહિનામાં દોઢ લાખ જેટલા હાલના ખર્ચામાં કમાવવાનો તો બાજુ રહ્યું પણ આટલી રકમના 10 ટકા પણ મેળવવા મુશ્કેલ છે. હવે જુના તેમજ રીપીટ પિક્ચરોમાં પ્રેક્ષકોને રસ ઓછું છે તેમજ નવી પિક્ચરો નહીં આવે તો થિયેટર માલિકોના ખર્ચા કાઢવામાં મુશ્કેલ હોવાનું ભુજના જનકભાઈ ગોરે જણાવ્યું હતું.

સરકારી ગાઇડલાઇન પ્રમાણે મહામારીથી બચવાની તમામ તકેદારી રાખવા છતાં પણ સિનેમાના શોખીનો થિયેટરોથી દુર
પ્રેક્ષકની તપાસની સાથે સમગ્ર હોલને અને અંદરની દરેક વસ્તુઓને પણ રોજ સેનેટાઈઝ કરવામાં આવે છે તેમજ પ્રેક્ષકોના નામ, સરનામા અને નંબરની યાદી કેળવાય છે. એક સીટ ખાલી રાખી એકમાં બેસવા સહિતની વ્યવસ્થા કરાયેલી છે. ટિકિટના દરમાં પણ ઘટાડો કરવા છતાં પણ પ્રેક્ષકોની ઉદાસીનતાના સિનેમા માલિકોમાં ચિંતાનું કારણ બની છે.

અન્ય સમાચારો પણ છે...