સરકારી દવાખાનામાં બને છે કાર્ડ:કચ્છમાં જન આરોગ્ય માટે મહત્વપૂર્ણ યુનિવર્સલ હેલ્થ કાર્ડ બનાવવાનું કામ શરૂ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કચ્છ જિલ્લો કામગીરીમાં રાજ્યમાં છઠા ક્રમે
  • ​​​​​​​આધાર સાથે લિંક થતા આ કાર્ડમાં વ્યક્તિના આરોગ્યને લગતી તમામ માહિતીઓનો થાય છે સમાવેશ

કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આરોગ્યલક્ષી વિવિધ યોજનાઓ અમલમાં બનાવવામાં આવી છે. જેમાં હાલમાં આયુષમાન ભારત અને મા કાર્ડ યોજના ઘણી પ્રચલિત છે ત્યારે સરકાર દ્વારા જનઆરોગ્ય માટે વધુ એક યુનિવર્સલ હેલ્થ કાર્ડ યોજના શરૂ કરવામાં આવી છે.જેમાં વ્યક્તિએ પોતાના આધારકાર્ડ અને રજીસ્ટર્ડ મોબાઈલ નંબર સાથે લિંકઅપ કરવાનું હોય છે.જેમાં જરૂરી વિગતો પૂર્યા બાદ ફોટા સાથેનું કાર્ડ બની જાય છે.

મહત્વની બાબત એ છે કે,આ કાર્ડ ખૂબ ઉપયોગી છે કારણકે તેમાં વ્યક્તિની આરોગ્ય સંબધિત તમામ વસ્તુઓ દર્શાવવામાં આવે છે ધારો કે,કોઈ 'એ' નામના વ્યક્તિએ હેલ્થ કાર્ડ બનાવ્યું તે બાદ તેણે નજીકના કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં જવાનું હોય છે અને ત્યાં જઈ પોતાને જે બીમારીઓ અને રોગ હોય તેની માહિતી આપવાની હોય છે. જે માહિતી હેલ્થ કાર્ડમાં અપડેટ કરવામાં આવે છે જેના આધારે ભવિષ્યમાં આ વ્યક્તિ જ્યારે કોઈ દવાખાનામાં જાય ત્યારે કાર્ડના આધારે ડોકટર વ્યક્તિને કઈ કઈ બીમારી છે.

તેની માહિતી આપોઆપ મેળવી શકે છે જેથી ઝડપી સારવાર મળી શકે તેમજ માનવીની આખી આરોગ્ય સિસ્ટમ 1 કાર્ડમાં અપડેટ થઈ જાય.જેમ અત્યારે આધારકાર્ડ દરેક સ્થળોએ ઉપયોગી બને છે તેમ થોડા સમય બાદ આરોગ્યલક્ષી સેવાઓ માટે આ કાર્ડ ઉપયોગી સાબિત થશે.કચ્છમાં આ યોજના માટેના કાર્ડ બનવાની શરૂઆત થઈ ચૂકી છે.આ યુનિવર્સલ હેલ્થ કાર્ડ ઓનલાઇન અથવા સરકારી દવાખાનામા બની શકે છે.આ કામગીરીમાં કચ્છ જિલ્લો હાલ રાજ્યમાં છઠા ક્રમે હોવાનું પણ સામે આવ્યું છે.જિલ્લામાં એક દિવસમાં 1509 યુનિવર્સલ હેલ્થ કાર્ડ બન્યા હતા.

કાર્ડ બનાવવા આવતા લોકોનો ઓટીપી મળતો નથી
યુનિવર્સલ હેલ્થ કાર્ડ બનાવવા માટે આધારકાર્ડ અને આધારકાર્ડમાં લખાવેલો મોબાઈલ નંબર ફરજીયાત છે.ઓનલાઇન એન્ટ્રી વખતે આધારકાર્ડ સાથે રજીસ્ટર્ડ મોબાઈલમાં ઓટીપી આવે છે પણ ઘણી વખત નંબર અલગ હોવાથી ઓટીપી આવતો નથી તેમજ એક કાર્ડ બનાવતી વખતે બે વાર વન ટાઈમ પાસવર્ડ નાખવો પડે છે.આ સમસ્યાના કારણે જે તે વ્યક્તિના કાર્ડ બનાવતી પહેલા મોબાઈલ નંબર આધાર સાથે લિંક કરવાની કામગીરી પણ કરવી પડે છે.

અન્ય સમાચારો પણ છે...