વિકાસ કામગીરી:વિઘાકોટમાં વિશ્વના સૌથી મોટા સોલાર-વિન્ડ પાર્કનું કામ શરૂ

ભુજ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વિધાનસભામાં રજૂ થયેલા રાજ્યના સામાજિક-આર્થિક સમીક્ષા રીપોર્ટ 2021-22માં કચ્છના વિવિધ પ્રોજેક્ટની માહિતી અપાઇ
  • સરકારના રિપોર્ટ અનુસાર નર્મદા યોજનાની 38 શાખા નહેરો પૈકી સૂકા મૂલક કચ્છ જિલ્લા સિવાયની તમામ 37 શાખાઓનું કામ પૂર્ણ કરી દેવાયું

હાલ રાજ્યની વિધાનસભામાં બજેટ સત્ર ચાલી રહ્યું છે. જેમાં બજેટની સાથે રાજ્યના સામાજિક અને આર્થિક સમીક્ષા 2021-22 રીપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં રાજ્યની સાથે કચ્છની વિવિધ યોજનાઅો અને જુદા-જુદા વિભાગોના આંકડા રજૂ કરવામાં આવ્યા છે. કચ્છના મહત્વના પ્રોજેક્ટની પ્રગતિ વિશે પણ માહિતી આપવામાં આવી હતી. જે પ્રોજેક્ટમાં પ્રગતિ છે તેની માહિતી સારી રીતે આપવામાં આવી છે. જ્યારે જેનું કામ અટકેલું તેના વિશે અપેક્ષા પ્રમાણે વધારે માહિતી આપવામાં આવી નથી !

હાઇબ્રિડ પાર્કની કનેક્ટિવિટી માટે માર્ગ અને મકાન વિભાગને કામ અપાયું
આ રીપોર્ટમાં વિઘાકોટ ખાતે આકાર લઇ રહેલા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીઅે જેનું ખાતમુહૂર્ત કર્યું હતું તે રિન્યુઅેબલ હાઇબ્રિડ પાર્કની માહિતી પણ અાપવમાં અાવી છે. અહીં 30 ગીગાવોટના પાર્ક સ્થાપવાની કામગીરી શરૂ કરી દેવામાં અાવી છે. અંદાજે 27,700 મે.વો.અાર.ઇ. ક્ષમતા માટે કુલ 72,400 હેક્ટર જમીન સુનિશ્ચિત કરવામાં અાવી છે. અા જમીન પર પાર્ક સ્થાપવા અદાણી ગ્રીન અેનર્જીને 9500 મે.વો, ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન 3325 મે.વો, ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ પાવર કંપની 2375 મે.વો, અેનટીપીસી 4750 મે.વો, સર્જન રિયાલિટીઝ 4750 મે.વો પ્લાન્ટ માટે સરકાર દ્વારા જમીન ફાળવવામાં અાવી છે.

અા ઉપરાંત ભારત સરકારના સાહસ સોલાર અેનર્જી કોર્પોરેશન અોફ ઇન્ડિયાને સરહદે 3000 મે.વો વિન્ડમીલ પ્રોજેક્ટ સ્થાપવા અંદાજે 23000 હેક્ટર જમીન આરક્ષિત કરવામાં આવી છે. ભારત સરકારની નેશનલ ઇન્સ્ટિટ્યુટ અોફ વિન્ડ અેનર્જી સંસ્થા દ્વારા અા સ્થળના સોલાર રેડિયેશન અને પવન ઊર્જાની નોંધણી માટેના સાધનો સ્થાપવામાં અાવ્યા છે.

સ્મૃતિવનની ઇમારતનું કામ 80 ટકા પૂર્ણ, અંજાર વીર બાળ ભૂમિનું કામ ચાલુ
તો વર્ષોથી ચાલી રહેલા ભુજના સ્મૃતિવન અંગે પણ રીપોર્ટમાં માહિતી અાપવામાં અાવી છે. જે પ્રમાણે 470 અેકરમાં 400 કરોડના ખર્ચે તૈયાર થઇ રહેલા અા પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં 3 અેમોનિટી બ્લોક, ચેકડેમ, કમ્પાઉન્ડ વોલ, સનસેટ પોઇન્ટ, 1 મેગાવોટ સોલાર પ્લાન્ટ, રસ્તા, 2.25 લાખ વુક્ષોનું વાવેતર, કિલ્લાની દિવાલનું સમારકામની કામગીરી પૂર્ણ કરાઇ છે.

અા મ્યુઝિયમમાં 11000 ચો.મીથી વધુના 8 બ્લોકનો સમાવેશ થાય છે. તે પાૈકી બ્લોક અે ખાતે 234 બેઠકોની ક્ષમતા ધરાવતા અોડિટોરિયમની કામગીરી પૂર્ણ થઇ છે. હાલમાં મ્યુઝિયમના મકાનની 80 ટકા કામગીરી પૂર્ણ થઇ છે. તો અા સ્મૃતિ વન પાસે જ આકાર લઇ રહેલા પ્રાદેશિક વિજ્ઞાન મ્યુઝિયમ અને અંજાર ખાતે અાકાર લઇ રહેલા વીર બાળભૂમિના સ્મારકની કામગીરી પ્રગતિમાં હોવાનું કહેવાયુ છે.

સુજલામ-સુફલામ અને સાૈની યોજનાના કામો લગભગ સંપન્ન, કચ્છમાં નર્મદાના કામો પ્રત્યે અનદેખી : મુખ્ય કેનાલ હજુ 14 કિમી બાકી !
કચ્છના નર્મદાના કામો પ્રત્યે સરકારે કેવી અનદેખી કરી છે તેની પણ સાબિતી અાપે છે. ઉ.ગુજરાતને નર્મદાના વધારાના પાણી માટેના સુજલામ-સુફલામ યોજનાના 14 ઉદવહન સિંચાઇની પાઇપ લાનઇ પૈકી 12ના કામો પૂર્ણ થઇ ગયા છે. અન્ય કામો પણ પ્રગતિમાં છે. અા કામો થકી ઉ.ગુજરાતની 70 હજાર હેક્ટર જમીનને સિંચાઇનો લાભ પ્રાપ્ત થઇ ગયો છે. તો સાૈરાષ્ટ્રમાં વધારાના પાણી માટેની સાૈની યોજનાના પ્રથમ તબક્કાની કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. બીજા અને ત્રીજા તબક્કાના કામો ચાલુ છે.

અત્યાર સુધી સાૈરાષ્ટ્રમાં નર્મદાના વધારાના પાણી થકી 53 જળાશયો, 131 તળાવો અને 863 ચેકડેમો ભરવામાં આવ્યા છે. રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નર્મદા યોજનાની મુખ્ય 38 શાખા નહેરોમાંથી કચ્છ સિવાયની તમામ નહેરોનું કામ પૂર્ણ થઇ ગયું છે. કચ્છ શાખા નહેરની કુલ લંબાઇ 357 કિમી પૈકી અોક્ટોબર 2021 સુધી 343 કિમીની કામગીરી પૂર્ણ થઇ છે. જેમાં 231 કિમી સળંગ લંબાઇની કામગીરી પૂર્ણ કરી અંજાર સુધી પાણી પહોંચાડાયું છે. કચ્છના ત્રણ પમ્પીંગ સ્ટેશનની કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. જોકે તેના વિસ્તરણની કામીગીરી અધુરી છે.

જીએમડીસીએ ઊર્જા થકી કચ્છમાં કરોડોની કમાણી કરી
નાની છેર ખાતે જીએમડીસીના પાવર સ્ટેશનમાં વર્ષ 2020-21માં 435 મે.વો પાવરના ઉત્પાદન થતાા 71 કરોડની કમાણી જ્યારે2021-22માં સપ્ટેમ્બર સુધી 176 મે.વો ઊર્જાના ઉત્પાદન થતા 38 કરોડની કમાણી થઇ. તો જીએમડીસીએ પાન્ધ્રો ખાતે 2021-22માં સપ્ટેમ્બર સુધી સૌર ઊર્જા પ્લાન્ટ થકી. 5 મે.વોનું વીજ ઉત્પાદન કરી 5 કરોડની આવક રળી છે.

અન્ય સમાચારો પણ છે...