તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:ચાર સ્થળે નિર્માણ પામતા મલ્ટિ પરપઝ સાયકલોન શેલ્ટરનું કામ પૂર્ણતાના આરે

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાના કાંઠાળ પટ્ટાના ગામોના લોકોને અપાશે આશ્રય
  • સાયક્લોન શેલ્ટરને લગતા જરૂરી સાધનો પણ આવી ગયા

વાવાઝોડા, ભારેથી અતિ ભારે વરસાદની સ્થિતિમાં કચ્છના કાંઠાળ પટ્ટાના ગામોના લોકોને સલામત સ્થળે ખસેડવાની સાથે અાશ્રય અાપવા માટે બનાવવામાં અાવતા ચાર મલ્ટિ પરપઝ સાયક્લોન શેલ્ટરનું કામ પૂર્ણ થવાના અારે છે અને તેને લગતા જરૂરી સાધનો પણ અાવી ગયા છે.

કચ્છમાં વાવાઝોડા કે ભારેથી અતિ ભારે વરસાદના કિસ્સામાં જિલ્લાના કાંઠાળ વિસ્તારના ગામોના લોકોને સલામત સ્થળે ખસેડવા માટે નજીકના ગામોની ધર્મશાળા, સમાજવાડી, સ્કૂલ કે સમાજ ભવનોમાં અાશ્રય અપાય છે, જેથી અાવા લોકોને અાશ્રય અાપવા ગાંધીધામ તાલુકાના ભારાપર અને ચુડવા, માંડવી તાલુકામાં માંડવી અને મસ્કા તેમજ ભચાઉ તાલુકાના મોટી ચીરઇ અેમ 5 મલ્ટી પરપઝ સાયક્લોન શેલ્ટરને મંજૂરી અપાઇ છે.

જો કે, પાંચ પૈકી 4 જેમાં ભારાપર, મસ્કા, ચુડવા અને માંડવીમાં 2018થી બાંધકામ ચાલી રહ્યું છે, જે હવે પૂર્ણતાના અારે છે. અા અંગે ડિઝાસ્ટર મામલતદાર સી.અાર. પ્રજાપતિનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, ચારમાંથી 2 મલ્ટિ પરપઝ સાયક્લોન શેલ્ટરમાં ફિનિસિંગનું કામ ચાલી રહ્યું છે. તે સિવાય અેકમાં પ્લાસ્ટર કામ અને અેકમાં પ્રથમ માળનું બાંધકામ ચાલુમાં છે. મલ્ટિ પરપઝ સાયક્લોન શેલ્ટર માટે જરૂરી સાધનો પણ અાવી ગયા છે.

અા ચોમાસે કામ અાવશે કે કેમ તે માટે માર્ગ અને મકાન વિભાગનો લેવાશે અભિપ્રાય
ડિઝાસ્ટર મામલતદાર સી.અાર. પ્રજાપતિઅે જણાવ્યું હતું કે, અાવતા અઠવાડિયે અાપત્તિ વ્યવસ્થાપનની ટીમ મલ્ટિ પરપઝ સાયક્લોન શેલ્ટરની મુલાકાત લેશે. જે પૈકી જે મલ્ટિ પરપઝ સાયક્લોન શેલ્ટરનું કામ પૂર્ણ થઇ ગયું છે તે અા ચોમાસે કામ અાવશે કે કેમ તે અંગેનો અભિપ્રાય માર્ગ અને મકાન વિભાગ પાસેથી લેવામાં અાવશે.

અન્ય સમાચારો પણ છે...