મહિલાઓનો હલ્લાબોલ:ગાંધીધામના સુંદરપુરી વિસ્તારની મહિલાઓએ પાણીની સમસ્યા મુદ્દે સુધારાઈમાં માટલાં ફોડી વિરોધ પ્રદર્શન કર્યું

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પૂરતા પુરવઠાની માંગ સાથે મહિલાઓએ ચીફ ઓફિસરનો ઘેરાવો કર્યો

ઉનાળાની ઋતુમાં કાળઝાળ ગરમીમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. સમાંતર જિલ્લામાં હવે ઠેર ઠેર અપૂરતા પાણીની સમસ્યા પણ સામે આવતી રહે છે. આજે સોમવારે વ્યાપારિક સંકુલ ગાંધીધામ શહેરના સુંદરપુરી વિસ્તારમાં પાણીની સમસ્યાને લઈ સ્થાનિક મહિલાઓએ સુધારાઈ કચેરી પર પહોંચી મોરચો માંડ્યો હતો અને પાણી આપોના નારા પોકારી પાલિકા હાય હાયના સુત્રોચ્ચાર પોકાર્યા હતા. કોંગી નગર સેવકના સહયોગ સાથે સુધારાઈ કચેરીએ પહોંચેલી મહિલાઓએ ચીફ ઓફિસરનો ઘેરાવ કરી પાણી અંગે ઉગ્ર રજુઆત કરી હતી.

ગાંધીધામ શહેરના સુંદરપુરી વિસ્તારમાં છેલ્લા થોડા દિવસથી અપૂરતું અને ધીમી ગતિએ પાણી મળી રહ્યું છે. જેની અનેક રજૂઆતો બાદ નિવારણ ના આવતા આ વિસ્તારની મહિલાઓએ પાલિકા કચેરી ખાતે પહોંચી જઈ. પાણી સમસ્યા નિવારવા માંગ કરી હતી અને પડી રહેલી હાલાકી બદલ નગરપાલિકા હાય હાયના નારા પોકારી સાથે લાવેલા માટીના મટકા ફોડી વિરોધ નોંધાવ્યો. જો કે બાદમાં ચીફ ઓફિસર દ્વારા વહેલા સર તેમની સમસ્યાનો ઉકેલ લાવવાની ખાતરી આપવામાં આવતા મહિલાઓ પરત ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...