બેઠક:ઔદ્યોગિક વિકાસ સાથે કચ્છના છેવાડે નર્મદાના નીર સત્વરે પહોંચાડવા જરૂરી

ભુજ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાષ્ટ્ર નિર્માણમાં વેપાર, ઉદ્યોગના યોગદાન અંગે ભુજમાં બેઠક મળી

ભુજમાં રાષ્ટ્ર નિર્માણમાં વેપાર, ઉદ્યોગ જગતના યોગદાન અંગે ભુજ ચેમ્બર અને અારઅેસઅેસની બેઠક મળી હતી. પ્રારંભે ભુજ ચેમ્બર પ્રમુખ અનિલ ગોરે કચ્છમાં અાૈદ્યોગિક વિકાસની સાથે જિલ્લાના છેવાડાના ગામો સુધી નર્મદાના નીર પહોંચાડવા પર ભાર મૂક્યો હતો.

જિલ્લાની જમીનમાં મોટા પ્રમાણમાં ખનિજો ધરબાયેલા છે, જેથી અાવા ખનિજ અાધારિત ઉદ્યોગોને પ્રોત્સાહિત કરાય તો જિલ્લામાં રોજગારીની તકો વધશે તેમજ કચ્છનું રાજ્ય અને રાષ્ટ્રના નિર્માણમાં મોટું યોગદાન રહેશે. રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રચારક તથા પશ્ચિમ ક્ષેત્ર સંપર્ક પ્રમુખ વિજયભાઇઅે ચીનની બનાવટની વિવિધ વસ્તુઅોની ખરીદી ન કરી, સ્વદેશી વસ્તુઅોના ઉપયોગ પર ભાર મૂક્યો હતો.

અા તકે અારઅેસઅેસના સાૈરાષ્ટ્ર સંપર્ક પ્રમુખ જીતુભાઇ ભીંડી, બાપાલાલ જાડેજા, ભુજ ચેમ્બરના ઉપપ્રમુખ રાજુભાઇ ટાંક, જી.અાઇ.ડી.સી. પ્રમુખ અરવિંદ ઠક્કર, અેપીઅેમસી મંત્રી જિજ્ઞેશ શાહ, પ્લાયવુડ અેસો. પ્રમુખ રાજુ શાહ, ચેમ્બરના કો-અો. હરીભાઇ ગોર, કચ્છ ટેક્સ કન્સલટન્ટ અેસો. પ્રમુખ ભરત જોષી, અારઅેસઅેસ ભુજના રવજી ખેતાણી, ચિરાગ ઠક્કર, ચેમ્બરના જોઇન્ટ સેક્રેટરી જગદીશ ઠક્કર, મીડિયા કો-અો. ભદ્રેશ દોશી વગેરે હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...