તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:ઇકો ફ્રેન્ડલી મૂર્તિની માંગ વધતા ગણેશ કોલકાતાથી કચ્છ પધાર્યા

ભુજ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
ભુજની હંગામી બજારમાં માટીના વિઘ્નહર્તાને સુશોભિત કરતો પરિવાર - Divya Bhaskar
ભુજની હંગામી બજારમાં માટીના વિઘ્નહર્તાને સુશોભિત કરતો પરિવાર
  • પર્યાવરણ જાગૃતિ વધતા પીઓપી કરતા ભાવિકો માટીના દુંદાળા દેવની સ્થાપના તરફ વળ્યા

ગણેશ ચતુર્થી ભાદરવા સુદ ચોથના દિવસે આવે છે. તારીખ 10 સપ્ટેમ્બર થી દસ દિવસ માટે ગણેશોત્સવ ઉજવાશે. આ દરમિયાન વિવિધ રહેણાંક વિસ્તારમાં પંડાલમાં ગણેશ સ્થાપન કરી પૂજા અર્ચના કરાય છે. છેલ્લા થોડા વર્ષોથી પર્યાવરણ જાગૃતિ કારણથી માટીની મૂર્તિની માંગ વધી છે. ભારતના પૂર્વીય છેડા કોલકાત્તાથી માટીના વિઘ્નહર્તા પશ્ચિમી સરહદી જિલ્લા કચ્છમાં પધાર્યા છે. ચાલુ વર્ષે સરકારની ગાઈડ લાઈન મુજબ ચાર ફૂટથી વધુની ઊંચાઈ ધરાવતી મૂર્તિની સ્થાપના કરવાની મનાઈ છે. ત્યારે ભુજની દર વર્ષે હંગામી બજાર ભરાય છે તે વી. ડી. રોડ પર મૂર્તિના વેચાણકર્તા ગોઠવાઈ ગયા છે.

અગાઉ કોઈક જ વિક્રેતા આ ઇકો ફ્રેન્ડલી ગણેશ રાખતા તે હવે ત્રીસથી ચાલીસ ટકા વેપારી રાખતા થયા છે. તો સ્થાપના માટે માંગ પણ વધી છે. માત્ર ઈકો ફ્રેન્ડલી જ મૂર્તિ રાખતા દિનેશભાઈ લક્ષ્મણ મારવાડા કહે છે, કે કચ્છના ચાર મુખ્ય શહેરોમાં અમે કોલકત્તાથી મંગાવીને માટીની મૂર્તિ વેંચાણ અર્થે રાખી છે. રૂ. પાંચસોથી દસ હજાર સુધીમાં વેંચાય છે.

ગત વર્ષ કરતાં આ વર્ષે મૂર્તિની આવક અડધી
ભુજમાં ગણેશ મૂર્તિની હંગામી બજારમાં આ વર્ષે સંખ્યાની દૃષ્ટિએ ગત વર્ષ કરતા અડધી સંખ્યામાં મૂર્તિઓ આવી છે. પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિનું વેંચાણ ઘટયું છે અને માટીની મૂર્તિ નું વેંચાણ વધ્યું છે. એક વેપારીએ જણાવ્યું હતું કે, ગયે વર્ષે સરકાર દ્વારા ત્રણ મહિના અગાઉ જ મંજૂરી મળી જતા ઉત્પાદન વધુ થયું હતું, જ્યારે આ વર્ષે એક મહિના અગાઉ મંજૂરી મળતા ઉત્પાદન ઘટયું છે. માટીની મૂર્તિ બનાવવા માટે વપરાતી વસ્તુઓમાં એકપણ કેમિકલયુક્ત રંગ કે અન્ય પદાર્થ નથી વપરાયા.

અન્ય સમાચારો પણ છે...