તંત્ર:ડીડીઓ જતાની સાથે આરોગ્ય ખાતાઓમાં બદલીઓનો દોર શરૂ !

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અનેક કર્મચારીઓએ માગણી કરી છે પણ બદલી અમુકની થઇ

કચ્છના જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા પ્રભવ જોષીની તાજેતરમાં જ બદલી થયાં બાદ આરોગ્ય ખાતામાં બદલીઓ શરૂ થઇ છે ! આરોગ્ય ખાતાની તમામ કામગીરી ડીડીઓએ પોતાની પાસે રાખી લીધી હોવાથી તે અંગે અગાઉ વિવાદ પણ થયો હતો. કોરોનાની બીમારી અંગે તમામ માહિતી આરોગ્ય અધિકારી નહીં પણ ખૂદ ડીડીઓ આપી રહ્યાં હતા !તેવામાં ડીડીઓની બદલી થતાની સાથે જ અરોગ્ય વિભાગમાં બદલીઓનો સિલસિલો શરૂ થયો છે. અત્યાર સુધી 6થી 7 કર્મચારીઓની જિલ્લામાં જુદી-જુદી જગ્યાએ માગણી પ્રમાણે બદલીઓ શરૂ થઇ છે. જોકે બદલીની માગણીઓ તો અનેક કર્મચારીઓએ કરી હતી. પરંતુ બદલી થોડા કર્મચારીઓની જ થતા અન્ય કર્મચારીઓમાં કચવાટ શરૂ થયો છે. આગામી સમયમાં અન્ય કર્મચારીઓની પણ બદલી થાય તેવી માંગણી છે.

અન્ય સમાચારો પણ છે...