તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રથા:અબાડસામાં દેશી કેરીનું બજારમાં આગમન થતાં ગૃહિણીઓ અથાણાં બનાવવામાં વ્યસ્ત

રાયધણજર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તૈયાર અથાણાંઓ વચ્ચે કચ્છના ગ્રામીણ વિસ્તારોમાં ઘરે બનાવવાની પ્રથા હજુ જીવંત

હાલ અેકબાજુ કચ્છમાં માવઠાંનો માર ચાલુ છે. અનેક સ્થળોઅે અાંબાના ઊભેલા પાકને નુકસાન થવાની ભીતિ છે. જોકે કમોસમી વરસાદે હજુ સુધી અાંબાના પાકને નુકસાન પહોંચાડ્યું હોય તેવુ જોવા મળ્યુ નથી. જેના પગલે ખેડૂતોને હાલ તો રાહત છે. તો બીજીબાજુ કેરીનું બજારમાં અાગમન થતાની સાથે જ ગૃહીણી પરંપરાગત અથાણા બનાવવામાં વ્યક્ત બની છેે.

અબડાસા તાલુકાના સાંધાણ ગામના ખેડૂત ઉડિયાણ અરવિંદભાઈએ જણાવ્યું હતું કે તેમની વાડીમાં વડીલોપાર્જિત દેશી આંબાના પંદરેક વૃક્ષો છે. હમણાં ફાલ પણ સારો આવ્યો છે. અથાણાંની સીઝન શરૂ થતાં ચાલીસેક રૂપિયાના ભાવે છૂટક કેરીનું વેચાણ કરવામાં આવે છે. દાયકાઓ અગાઉ દેશી કેરીનું રસ બનાવવમાં કે ચૂસવા માટે ઉપયોગ થતો હતો પણ હવે કેસર કેરીનું આગમન થતાં લોકો ખાવા માટે કેસર કેરીને અગ્રતા આપે છે. જેથી દેશી કેરીનું મહત્વ સાવ ઘટી ગયું છે.

કરિયાણાનો વેપાર કરતાં ગોસ્વામી કૃણાલે જણાવ્યું હતું કે આ વર્ષે અથાણાં બનાવવા માટેની સામગ્રીમાં ગત વર્ષ કરતાં દસેક ટકા જેટલો સામાન્ય ભાવ વધારો છે. ગૃહિણી કોમલબેને જણાવ્યું હતું કે, દેશી આંબાની કાચી કેરીમાંથી ગોળ કેરી, મુરબ્બો, છૂન્દો ,ખાટી-મીઠી કટકી જેવા વિવિધ પ્રકારના અથાણા બનાવવામાં આવે છે.

સામાન્ય રીતે બજારમાં તૈયાર મળતા અથાણાંના બદલે પોતાના ઘરે જ અથાણા બનાવવાની વડીલોની વર્ષો જૂની પરંપરા જાળવી રાખી છે અને નિયમિત રીતે અથાણા બનાવે છે. જો કાચી કેરી ન મળે તો નાછૂટકે બજારમાં તૈયાર મળતા અથાણાની ખરીદી કરવી પડે છે.

અન્ય સમાચારો પણ છે...