રાહત:બાલાસરમાં સબ સ્ટેશન મંજૂર થતાં વાગડની વીજ સમસ્યા ઉકેલાશે

ભુજ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રાપર ધારાસભ્યની રજૂઆતો ફળી હોવાનો દાવો

કચ્છ જિલ્લાના છેવાડાના વાગડ વિસ્તારમાં વીજ સમસ્યાઅો અંગે રાજય સરકારને વારંવાર લેખિત અને મૌખિક રજુઆતો કરાયા બાદ રાપરના બાલાસર મુકામે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લીમીટેડનું નવું સબ ડિવિઝન મંજુર કરતા ગુજરાત રાજ્યના ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલે અાપી છે. આ અંગે રાપર ધારાસભ્યએ જણાવ્યુ હતું કે, વાગડ વિસ્તારની પ્રજાનો વીજળી અંગેનો આ પ્રશ્ન અંગે છેલ્લા ત્રણ વર્ષની મહેનતનુ પરિણામ અાવ્યું છે.

રાપરના છેવાડાના બાલાસર, બેલા, ધબડા, રાસાજી- ગઢડા, નાગપુર, લોદ્રાણી, મૌવાણા, શીવગઢ, આણંદપર, જાટાવાડા, શીરાનીવાંઢ, જોધરાઇવાંઢ, દેશલપર, ડાવરી, રવ, રવેચીનગર સહિત ભચાઉના ખડીર પંથકના ગામડાઓ ધોળાવીરા, અમરાપર, રતનપર, ગણેશપર, જનાણ, ફાફરાવાંઢ, ખારોડા, બાપુઆરી, ડુંગરાણીવાંઢ સહિતના વીજ સમસ્યા અંગેની માંગણી સંતોષાઇ છે. નવા સબ ડિવિઝનોમાં સૌથી વધુ સ્ટાફ સાથે બાલાસર સબ ડિવિઝન મંજુર કરાયું છે ત્યારે ૧ નાયબ ઇજનેર, ૨ જુનિયર ઇજનેર, ૧ નાયબ હિસાબનીશ અધિકારી, ૨ સિનિયર આસિસ્ટન્ટ, ૧૦ જુનિયર આસિસ્ટન્ટ, ૨ લાઇન ઈન્સ્પેકટર, ૪ લાઈનમેન, ૮ આસિસ્ટન્ટ લાઈનમેન અને ૧૮ ઈલેક્ટ્રીક આસિસ્ટન્ટ એમ મળીને કુલ ૪૮ માણસોનો સ્ટાફ બાલાસર સબ ડિવિઝન મધ્યે મંજુર કરવામાં આવેલ છે. રાપર ધારાસભ્યએ ગુજરાત રાજયના ઉર્જામંત્રી સહિત મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...