તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • With Diesel Prices Reaching Rs 93, Farmers In Kutch Are Worried And Farming Has Become Difficult Due To Rising Costs

મોંઘવારીનો માર:ડીઝલના ભાવ 93 રૂપિયાએ પહોંચતા કચ્છના ખેડૂતો પરેશાન, ખર્ચમાં વધારો થતા ખેતી મુશ્કેલ બની

ભુજ17 દિવસ પહેલા
  • ડીઝલના ભાવમાં સબસિડી આપવાની ખેડૂતોની માગ

પશ્ચિમ કચ્છના ભૂજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને સતત વધી રહેલા ઇંધણ ભાવ વધારાના કારણે ખેતી કરવા હાલાકી ભોગવી રહ્યા છે. ઇંધણ ભાવમાં રાહત મેળવવા ખેડૂતોએ સરકાર સમક્ષ નારાજગી સાથે ડીઝલના ભાવમાં સબસિડી આપવાની માગણી કરી છે. અન્યથા ખેડૂતોને ખેતી કાર્ય બંધ કરી અંતિમ શ્વાસ લેવા પડી શકે છે.

ડીઝલના ભાવ વધારાથી પરેશાનભુજ તાલુકાના માનકુવા ગામના ખેડૂત મોહનલાલ પટેલે જણાવ્યું હતું કે ડીઝલના ભાવ 65 થી 70 રૂપિયા હતા ત્યારે પણ પાકના ભાવ જે અત્યારે મળે છે એજ મળતા હતા. જ્યારે હાલમાં ડીઝલના ભાવ 93 રૂપિયા ઉપર પહોંચી ગયા છે. જેના કારણે એક ખેડૂતને દૈનિક 40 લીટર જેટલા ડીઝલનો વપરાશ થાય છે. જેનો માસિક ખર્ચ 90 હજાર સુધી પહોંચી જાય છે. ઉપરાંત દવા, ખાતર અને બિયારણ સહિતના ભાવમાં પણ ખૂબ વધારો થઈ ગયો છે. તેથી આ પરિસ્થિતિમાં ખેતી કરવી અતિ કઠિન બની છે. સરકારે ડીઝલ ભાવમાં ખેડૂતોને સ્પેશિયલ રાહત આપવાની અમારી માંગણી છે. દરમ્યાન ઉનાળુ પાકની ખેતી માટે ખેડૂત વર્ગ ખાસ આસ લગાવીને બેઠા હોય છે. અને ઉનાળુ ખેતી માટે કચ્છના ખેડૂતો પૂર્ણ તૈયારી સાથે પોતાના ખેતરમાં ટ્રેકટર દ્વારા ખેડાણ કાર્ય કરી રહ્યા છે. પરંતુ ડીઝલ ભાવમાં ખૂબ વધારો આવી જતા ખેતી માટેની તમામ સામગ્રીમાં ભારે ભાવ વધારો થઈ ગયો છે. ખાસ કરીને ખેતી માટે ઉપયોગી દવા, બિયારણ અને ખાતર સહિતની સામગ્રી મોંઘી બની ગઈ છે. અને આ ભાવ સાથે ખેતી કરવી અતિ કઠિન બની હોવાનું સામે આવ્યું છે.

નરશી પટેલ નામના ખેડૂતે કહ્યું હતું કે ગત વર્ષે અતિવૃષ્ટિના કારણે પાક ફેલ ગયો હતો, જ્યારે આ વખતે ડીઝલનો ભાવ 93 રૂપિયા સુધી પહોંચી ગયો છે. જેની અસર ખેતીકામ ઉપર પડી રહી છે. ખેતરમાં ટ્રેકટર ચલાવવા મુશ્કેલ બન્યા છે. જે ખેડૂતો જનરેટરથી ખેતી કરે છે તેમની મોટી રકમ ડીઝલ પાછળ ખર્ચ થઇ રહી છે. જો સરકાર કોઈ રાહત નહીં આપે તો ખેતી મૂકી ખેડૂતોને ન છૂટકે આત્મહત્યા કરવી પડશે.

અલબત્ત વધી રહેલા ઇંધણ ભાવના કારણે સમગ્ર જન જીવન પર તેની માઠી અસર જોવા મળી રહી છે. કોરોના કાળમાં મંદીનો સામનો કરી રહેલા લકો પર હવે ઇંધણ ભાવ વધારાનો બોજ આવી પડતા જીવન મુશ્કેલ બન્યું છે. તેમાં પણ ખેડૂત વર્ગની હાલત બદથી બદતર બની રહ્યાનું જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...