તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘવર્ષા:267 ટકા વરસાદથી બન્ની પુન: એશિયાનું સૌથી મોટું ઘાસિયા મેદાન બની જશે

ભુજ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

સારા વરસાદના પગલે બન્ની પુન: એશિયાના સૌથી મોટા ઘાસિયા મેદાન બનાવવા તરફ પ્રગતિ કરી રહ્યું હોય તેમ ઠેર-ઠેર હાલ લીલોતરી દેખાઇ રહી છે. બન્ની પશુ ઉછેરક માલધારી સંગઠનના ઈમરાનખાન મુતવાએ જણાવ્યું હતું કે, જે ભૂમિ પીરોના પટ તરીકે ઓળખાતીએ પીરાણી બન્ની છે. બન્નીમાં સારો વરસાદ પડતા પશુપાલકો અને માલધારીઓના બન્ની પ્રદેશમાં ચોતરફ હરિયાળી જોવા મળી રહી છે. જે એની અસલી તાસીર છે. જેના પણ પ્રયોગો કરવાનું નહીં પણ માલધારીયત સાથે સાચવવાની જરૂર છે. બન્નીને બન્ની રહેવા દેવાની જરૂર છે. બન્ની એશિયાનું શ્રેષ્ઠ ચરિયાણ પ્રદેશ છે, જેમાંં 19 પંચાયતો 56 ગામડાઓ (વાંઢો )માં 40000 માનવ વસ્તી, 1,50,000 ગાય, ભેંસ, ઘેટા, બકરા, તેમજ અન્ય પશુધન છે. બન્ની વિશ્વની આગવી જીવન શૈલી અને માલધારીયતને ઉજાઘર કરતો પશુપ્રેમી પ્રદેશ છેે. વરસાદ પડે કે દુષ્કાળ પડે, એક બીજાના ગામોમાં પડાવ નાખી અબોલ પશુઓને ચરિયાણ માટે લઈ જાય ત્યારે બન્નીના ચરિયાણ પ્રદેશની અસલિયત તાજી થાય છે.

અન્ય સમાચારો પણ છે...