• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • With 2.5 Degrees In Naliya, People's Lives Are Getting Colder And Colder, There Is A Possibility Of Some Relief In Cold From Tuesday.

હાડ થીજાવતી ઠંડી:નલિયામાં 2.5 ડિગ્રી સાથે ઠંડીથી જન જીવન અસ્ત વ્યસ્ત, મંગળવારથી ઠંડીમાં થોડી રાહત રહેવાની સંભાવના

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

છેલ્લા કેટલાક સમયથી રાજ્યભરમાં ઠરી રહેલા નલિયામાં ન્યૂનતમ ફરી એક ઝાટકે 3 આંક ઘટીને 2.5 ડિગ્રીએ પહોંચતાં હાડ થીજાવતી ઠંડીએ જન જીવન અસ્તવ્યસ્ત કર્યું હતું. કચ્છભરમાં મહત્તમ તાપમાન સરેરાશ 26 ડિગ્રી રહેતાં દિવસ ઠંડો બન્યો હતો. મંગળવારથી ઠંડીમાં થોડી રાહત રહેવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.અબડાસના મુખ્ય મથક નલિયા ખાતે નીચું તાપમાન સરકીને 2.5 ડિગ્રી થતાં આ મહિનાની વિક્રમજનક સપાટીએ પહોંચ્યું હતું. યોગાનુયોગ ગત વર્ષે 18 ડિસેમ્બરે પણ 2.5 ડિગ્રી નોંધાયું હતું. કાતિલ ઠારના કારણે બજારો મોડી ખુલે છે જ્યારે સૂર્યાસ્ત પૂર્વે જ ઠંડી સકંજો કસતી હોવાથી દુકાનો વહેલી બંધ થઇ જાય છે.

દિવસભર પ્રતિ કલાક સરેરાશ 11 કિલો મીટરની ગતિએ ફૂંકાયેલા ઠંડાગાર પવનથી બચવા નગરજનોએ કામ વિના બહાર નીકળવાનું ટાળ્યું હતું. આમ હવે ઠારનો માર જન જીવન પર અસર કરતો હોય તેવું જણાઇ રહ્યું છે.રાજ્યમાં ડિસા 8.8 બાદ ત્રીજા ક્રમે ઠરેલા ભુજમાં ન્યૂનતમ પારો 10 ડિગ્રી પર સ્થિર રહ્યો હતો જ્યારે મહત્તમ 25.8 ડિગ્રી અને 9 કિલો મીટરની ગતિએ ફુંકાયેલા પવને દિવસને ઠંડો બનાવ્યો હતો.

ચોથા સ્થાને કંડલા એરપોર્ટ મથકે લઘુતમ 10.2 ડિગ્રી સાથે અંજાર અને ગાંધીધામ વિસ્તારમાં ઠંડીનું સામ્રાજ્ય અનુભવાયું હતું. દિવસનું ઉષ્ણતામાન 26.4 નોંધાયું હતું. કંડલા બંદરે 25.9 જ્યારે 12.5 ડિગ્રી જેટલા નીચા તાપમાને ઠંડીમાં રાહત જણાઇ હતી. મંગળવારથી ન્યૂનતમ પારો બેથી ત્રણ આંક ઉંચકાવા સાથે ઠંડીમાં થોડી રાહત રહેશે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

અન્ય સમાચારો પણ છે...