તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાતાવરણ:સૌથી શીત નલિયા 9 ડિગ્રી સિવાય રાજ્યમાં શિયાળાએ ભર્યા ઉચાળા

ભુજ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ભુજમાં સવારે ઝાકળ વર્ષા બાદ દિવસે ગરમી અનુભવાઇ

આજે મંગળવારે વસંત પંચમી પૂર્વે પણ ઠંડી કેડો ન મૂકતી હોય તેમ નલિયા 9 ડિગ્રી સાથે રાજ્યભરમાં ઠર્યું હતું. આ સિવાય રાજ્યભરમાં ન્યૂનતમ પારો બે આંકમાં નોંધાયો હતો. ભુજમાં સવારે ઝાકળ વર્ષા બાદ દિવસભર ઉનાળાનો અહેસાસ થયો હતો. મહત્તમ 28.6 અને ન્યૂનતમ 9ના આંક સાથે નલિયામાં હવામાનની વિષમતા જારી રહી હતી. જિલ્લા મથક ભુજમાં વહેલી સવારે ભારે ઝાકળ વર્ષાથી ધૂંધળો માહોલ જોવા મળ્યો હતો. ઉંચું તાપમાન 32.2 ડિગ્રી રહેતાં દિવસભર ગરમી અનુભવાઇ હતી. કંડલા એરપોર્ટ મથકે 31.7 અને 15.4 જ્યારે કંડલા પોર્ટ પર 30.9 અને 16.3 ડિગ્રી નોંધાવાની સાથે શિયાળો હવે વિદાય લેતો જણાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો