તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિષમ હવામાન:નલિયામાં 8.2 સાથે રાત્રે શિયાળો, બપોરે 32 ડિગ્રીએ ઉનાળાના એંધાણ

ભુજએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બુધવારથી ન્યૂનતમ પારો ઉંચકાઇને બે આંકમાં થવાની વકી

થોડા વિરામ બાદ ફરી રાજ્યમાં અવ્વલ રહેતા નલિયામાં ન્યૂનતમ 8.2 રહેતાં રાત્રે શિયાળો અને મહત્તમ 32 ડિગ્રી જેટલું ઉંચકાઇ જવાથી બપોરે ઉનાળાના એંધાણ આપતી ગરમી અનુભવાઇ હતી. દરમિયાન બુધવારથી આ શીત નગરમાં નીચું તાપમાન બેથી 4 ડિગ્રી ઉંચકાશે તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા દર્શાવાઇ છે.

છેલ્લા કેટલાક દિવસથી એક આંકની ઠંડી સાથે ઠરી રહેલા નલિયામાં પારો એક આંક ઉંચકાઇને 8.2 રહેતાં રાત્રિ ઠરી હતી જ્યારે સૂર્યોદય થયા બાદ શિયાળો જાણે ગાયબ થઇ ગયો હોય તેમ ઉંચું ઉષ્ણતામા 32 પર પહોંચી જતાં નગરજનોને બેવડી ઋતુનો અનુભવ થયો હતો. કચ્છમાં બીજા ક્રમે ઠંડા રહેલાં કંડલા એરપોર્ટ મથકે ન્યૂનતમ 10.6 રહ્યું હતું તો કંડલા પોર્ટ ખાતે 12.6 અને ભુજમાં 13.6 ડિગ્રી નોંધાયું હતું. જિલ્લામાં 32.4 જેટલા વધુમા વધુ તાપમાન સાથે ભુજ સાૈથી ગરમ બન્યું હતું. આમ મોટા ભાગના કચ્છમાં દિવસે ટાઢ ગાયબ જણાઇ હતી જ્યારે પરોઢિયે શિયાળાની આણ વર્તાઇ હતી. દરમિયાન હવામાન વિભાગે વ્યક્ત કરેલા અનુમાન મુજબ નલિયાનું ન્યૂનતમ તાપમાન એક-બે દિવસમાં બેથી ચાર ડિગ્રી ઉંચકાવાની સાથે ઠંડીમાં રાહત રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો