તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:મેઘપર, જુનાચાયની ગૌચરમાં પવનચક્કી, વીજ પોલ ઉભા કરાયા

ભુજએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કંપની સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ તળે કાર્યવાહી કરવા કલેક્ટરને આવેદન

લખપત તાલુકાના જુણાચાયના ગૌચર સ.નં.136, 208, 351, 353, 354 અને મેઘપરના ગૌચર સ.નં.55, 111, 112, 113 વાળી જમીનમાં અદાણી ગ્રીન એનર્જી (એમ.પી.) પ્રા.લી., અલ્ફાનાર એનર્જી પ્રા.લી. અને આઇનોક્ષ વિન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સર્વિસ લી. દ્વારા તંત્રની પૂર્વ મંજૂરી વિના જ વીજપોલ ઉભા કરી વીજલાઇન પસાર કરવામાં આવી છે.

જુણાચાયમાં સ.નં.136 વાળી જમીન પર ગેરકાયદે પવનચક્કી ઉભી કરનારી અદાણી ગ્રીન એનર્જીના ચેરમેન ગૌતમ અદાણી, ડાયરેક્ટરો રાજેશ અદાણી, સાગર આર. અદાણી, મેનેજિંગ ડાયરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર વિનીત એ.જૈન તે જ રીતે મેઘપરની ગૌચરમાં દબાણ કરી વીજ પોલ ઉભા કરનારી કંપની અદાણી ગ્રીન એનર્જીના ચેરમેન ગૌતમ અદાણી, ડાયરેક્ટરો રાજેશ અદાણી, સાગર આર. અદાણી, મેનેજિંગ ડાયરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર વિનીત એ.જૈન, અલ્ફાનાર એનર્જી પ્રા.લી.ના ડાયરેક્ટર જામલ વાડી, ઇરફાન મોહમદ, દૈદિપ્યા કાન્હારે, આઇનોક્ષ વિન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સર્વિસ લી.ના ડાયરેક્ટર દેવાંશ જૈન, વિનીત વેલેન્ટાઇન ડેવીસ અને ચીફ એક્ઝિ. ઓફિસર મુકેશ માંગલિક તેમજ તપાસમાં જે નીકળી આવે તે તમામ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ તળે કાર્યવાહી કરવાની માંગ સાથે કચ્છ જિલ્લા કિસાન કોંગ્રેસના કો-ઓર્ડિનેટર રમેશ અરજણ બલિયા, ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસના જોઇન્ટ કો-ઓર્ડિનેટર એચ.એસ. આહીર અને કચ્છ જિલ્લા કિસાન કોંગ્રેસના પ્રવક્તા યોગેશ પોકારે કલેક્ટરને આવેદન પાઠવ્યું હતું.

કંપનીની વિરૂધ્ધમાં હુકમ છતાં કોઇ કાર્યવાહી નહીં
જુણાચાયની સ.નં.136 વાળી જમીનની બજાર કિંમત 7,80,000 હોઇ તેના એક ટકા મુજબ જંત્રી કિંમત 7,800 થાય છે. અદાણી ગ્રીન એનર્જી કંપનીએ 2019-20 અને 2020-21 એમ બે વર્ષથી દબાણ કર્યું હોઇ તેના દંડની રકમ ‌રૂ.15,600 વસુલવા અને દિન-10માં દબાણ દુર કરવા લખપત મામલતદારે હુકમ કર્યો હતો. જેની સામે કંપનીએ નખત્રાણા નાયબ કલેક્ટર સમક્ષ અપીલ કરી હતી, જેમાં પણ નાયબ કલેક્ટરે અપીલ નામંજૂર કરી મામલતદારનો હુકમ કાયમ રાખ્યો હતો. જો કે તેમ છતાં પણ દબાણ દુર નથી કે, કંપની સામે કોઇ કાર્યવાહી કરાઇ નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો