તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:ગોધરામાં પંચાયતની મંજુરી વિના પવનચક્કી વીજ પોલ ઊભા કરાયા, ગાૈચર જમીન પર કામ ચાલુ કર્યાની પોલીસમાં રજૂઆત

ભુજ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

માંડવી તાલુકાના ગોધરા ગ્રામ પંચાયતની એનઓસી વગર પવનચક્કીના વીજ પોલ ગાૈચર જમીનમાં ખોડવામાં અાવતાં મનમાની કરતી વીજ કંપની સામે પગલા ભરવા પંચાયતે ગઢશીશા પોલીસ મથકમાં ધા નાખી છે. લાંબા સમયથી ગામના સીમાડામાં પવનચક્કી અાવતાં સામે પંચાયતને ત્રણ લાખનો ચેક મળ્યાનો મુદો ગરમાયો હતો. અંતે ગાયોના ચારા માટે ચેક અપાયાનો પ્રશ્ન બહાર અાવ્યો હતો. અને ત્રણ લાખનો ચેક હજી સુધી બેન્કમાં નખાયો નથી. તેમજ પંચાયત અને ગ્રામજનો દ્વારા થોડા દિવસો પહેલા ચાલતા કામને અટકાવવામાં અાવ્યું હતું. કંપની પોતાની મનમાની કરતી હોય તેમ બિન્દાસ કામને અાગળ વધારીને હવે ગાૈચર જમીનમાં પ્રવેશ કરીને વીજ પોલ ઉભા કરવામાં અાવતાં પંચાયતના સદસ્યો અને ગ્રામજનોની સંયુક્ત સહીઅો સાથે ગઢશીશા પોલીસ મથકમાં રાવ નાખવામાં અાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો