તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:શું નાળાની સફાઈ ફરીથી થશે અને ચૂકવણું પણ ફરીથી થશે ? યક્ષ પ્રશ્ન

ભુજ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હમીરસરના ઓગનમાં 8 માસથી ભરાયેલા ગટરના પાણીનો નિકાલ ન થયો

ભુજમાં પ્રિ-મોન્સૂન કામગીરીના ભાગ રૂપે હમીરસર તળાવ અને દેશલસર તળાવમાં વરસાદી પાણી લઈ અાવતા નાળાની સફાઈની કામગીરી થઈ હતી. પરંતુ, કેટલાક વહેણ અને અોગનના છેલ્લામાં હજુ પણ સફાઈ દેખાતી નથી, જેથી પ્રશ્ન થાય છે કે, શું નાળા સફાઈ ફરીથી થશે ? અને ફરીથી ચૂકવણું થશે ?

નગરસેવિકા મરીયમ હાસમ સમાઅે 3જી સપ્ટેમ્બર શુક્રવારે મુખ્ય અધિકારીને લેખિતમાં રજુઅાત કરી હતી કે, ભુજના અૈતિહાસિક હમીરસર તળાવના અોગનના વહેણમાં છેલ્લા 8 માસથી ગટરના પાણી ભરાયેલા પડ્યા છે. જેના માટે અવારનવાર રજુઅાત કરાઈ છે. પરંતુ, અાજ દિવસ સુધી કોઈપણ કાર્યવાહી થઈ નથી. વહેણમાં ગટરના ગંદા પાણીને કારણે લીલ જામી ગઈ છે. બાવળની ઝાડીઅો ઉગી નીકળી છે. મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે, જેથી પાણીજન્ય અને મચ્છરથી થતી બીમારીઅો ફેલાય અેવી ભીતિ છે. નગરસેવિકાની રજુઅાતમાં તથ્ય હોય અેમ અન્ય વરસાદી વહેણમાં પણ સફાઈનો અભાવ દેખાઈ રહ્યો છે. પદાધિકારીઅો ઠેકેદારની કામગીરીને કેમ પોષી રહ્યા છે. અે અેક પ્રશ્ન છે.

અન્ય સમાચારો પણ છે...