ઉજવણી:ભુજ-નખત્રાણા તાલુકામાં વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરાઈ

ભુજ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વન વિભાગ દ્વારા વન્ય જીવોની મહત્વતા અંગે સ્પર્ધાઓ યોજાઈ

કચ્છ વિસ્તરણ વન વિભાગ - ભુજના તાબાની સા.વ. રેંજ દ્વારા કુનરીયાની કુમારશાળા ખાતે જિલ્લા કક્ષાના વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરાઈ હતી. વન વિભાગ દ્વારા દર વર્ષે તા.2 થી 8 ઓક્ટોબર દરમ્યાન વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરાય છે. વન્યપ્રાણીઓનું આપણા જીવનમાં મહત્વ અંગે ચિત્ર સ્પર્ધા યોજાઇ હતી. જેમાં શાળાના 30 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને પ્રથમ ત્રણને પુરસ્કૃત કરાયા હતા. તેમજ અન્ય વિદ્યાર્થીઓને પ્રોત્સહક ઈનામ વિતરણ કરીને વન્યપ્રાણી વિશે સમજ અપાઇ હતી. સરપંચ, વન વિભાગના નિવૃત્ત સર્વેયર, મદદનીશ વન સંરક્ષક, કચ્છ વિસ્તરણ વન વિભાગ-ભુજ તથા સામાજીક વનીકરણ રેંજ-ભુજનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

નખત્રાણા તાલુકામાં સ્વામીનારાયણ ગુરૂકુળ મથલ ખાતે પણ ઉજવણી કરાઇ હતી. વન્યજીવ સંરક્ષણવર્ધક ચિત્ર સ્પર્ધા અને અન્ય જ્ઞાનવર્ધક સ્પર્ધાઓ યોજાઈ હતી. જેમાં ગુરુકુલના 25 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને પ્રથમ ત્રણને ઈનામ અપાયા હતા અને તમામ સ્પર્ધકોને પ્રોત્સહક ઈનામ વિતરણ કરાયું હતું તેમજ વન્યપ્રાણી વિશે સમજ અપાઇ હતી. સ્વામી પ્રભુ જીવનદાસજી, સરપંચ, શાળાના આચાર્ય અશોકભાઇ, ગામના આગેવાનો, તથા સામાજિક વનીકરણ રેંજ નખત્રાણાના કે.કે.પરમાર, વન રક્ષક એમ.ડી.પરમાર, આર.એ.બારેજા તથા સ્ટાફ જોડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...