માંડવી મસ્કા રોડ પર હીટ એન્ડ રન:તૂફાન જીપની ટકકરે પતિની નજર સામે પત્નીનું મોત

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નાના-મોટા અકસ્માતોની સર્જાઇ વણઝાર
  • સામત્રામાં પગે ચાલીને જતા 15 વર્ષના છોકરા માટે ખાનગી બસ યુમદૂત બની

માંડવીમાં મસ્કા રોડ પર બુધવારે બનેલા હીટ એન્ડ રનના બનાવમાં તુફાનની ટક્કરથી પતિની નજર સામે પત્નીનું મોત થયું હતું. જ્યારે ભુજ તાલુકાના સામત્રા ગામે પગે ચાલીને જતા 15 વર્ષના બાળકને ખાનગી બસના ચાલકે અડફેટે લેતાં સારવાર નસીબ થયા તે પૂર્વે આવેલા ટીવી ટાવર પાસે આ ઘટના બનવા પામી હતી.

માંડવીના બાગ ગામે રહેતા પ્રેમજી શંકરજી નાગુ (ઉ.વ.42)ની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવ્યું હતુ઼ કે, બનાવ બુધવારે રાત્રે સાડા નવ વાગ્યાના અરસામાં બન્યો હતો. ફરિયાદી અને તેમની પત્ની અરૂણાબેન તથા 3 વર્ષની અને 10 વર્ષની બે પુત્રીઓ સાથે મોટર સાયકલથી માંડવી સસરાના ઘરે જઇ રહ્યા હતા. ત્યારે મસ્કા આઈટીઆઈ પાસેના રોડ પર પાછળથી અજાણી તુફાન જીપના ચાલકે બાઇકને ટક્કર મારતા બન્ને દંપત્તી સહિત ચારે જણાઓ રોડ પર ફંગોળાઇને પટકાયા હતા. જેમાં ફરિયાદીના પત્ની અરૂણાબેનને મોઢા અને નાકના ભાગે ગંભીર ઈજાઓ થવાથી તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે ફરિયાદી પ્રેમજીભાઈને તેમજ બે પુત્રીઓને સામન્ય છોલ છામ જેવી ઇજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જયા બાદ આરોપી તૂફાન જીપનો ચાલક નાસી ગયો હતો.

માંડવી પોલીસે ફેટલનો ગુનો દાખલ કરી આગળની તપાસ પીએસઆઈ બી.એસ.ભટ્ટે હાથ ધરી છે. તો, બીજી તરફ ભુજ તાલુકાના સામત્રા પાસે સર્જાયેલા અકસ્માતના બનાવમાં સામત્રા ગામે છત્રીસવાસમાં રહેતો 15 વર્ષનો સનાવાલા અલીમાદ સમા નામનો છોકરો ગુરુવારે સવારે સાડા સાત વાગ્યે ડેરીમાંથી દુધ લઇને પગે જઇ રહ્યો હતો. ત્યારે સામત્રા ટી.વી.સ્ટેશનની બાજુના રોડ પર પાછળથી આવતી સીતારામ ટ્રાવેલ્સની બસના ચાલકે હતભાગી છોકરાને અડફેટે લેતાં શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી હતભાગીને સારવાર માટે ભુજ જી.કે. જનરલ હોસ્પિટલમાં લઇ અવાતાં જ્યાં હાજર પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે હતભાગીના કાકા સાલેમામદ હાસમ સમાએ આપેલી વિગતો પરથી માનકુવા પોલીસે ખાનગી બસના ચાલક વિરૂધ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

ખેડોઈ નજીક ઉભેલા વાહનમાં પાછળથી અકસ્માત કરતા બાઈક ચાલક યુવાનનું મોત
અંજાર તાલુકાના ખેડોઈ ગામ નજીક સર્વિસ રોડ પર કોઈપણ જાતના સેફટી સાધનો રાખ્યા વગર નડતર રૂપ થાય તે રીતે રાખેલા ટ્રોલી સાથેના ટ્રેકટરમાં બાઈક ચાલક યુવાને પાછળથી અકસ્માત કરતા તેનું કમકમાટીભર્યું મૃત્યુ થયું હતું. આ અંગે અંજાર પોલીસ મથકેથી ખેડોઈ ગામે રહેતા રાજદીપસિંહ જગદીશસિંહ જાડેજાની ફરિયાદને ટાંકીને મળતી માહિતી મુજબ ફરિયાદીનો મોટો ભાઈ 35 વર્ષીય અમરદીપસિંહ પોતાની બાઈકથી તા. 18/10ના સાંજે માન કંપનીમાં નોકરીએ જઈ રહ્યો હતો ત્યારે સર્વિસ રોડ પર એક ટ્રોલી સહિતનું ટ્રેકટર કોઈપણ જાતના સેફટી સાધનો રાખ્યા વગર અન્યોને નડતરરૂપ થાય તે રીતે પાર્ક કરેલું હતું. જેમાં ફરિયાદીનો ભાઈ પાછળથી અથડાયો હતો. જેથી તેને કપાડના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું મૃત્યુ થયું હતું. બનાવ અંગે અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

લક્ષ્મીપરમાં કારની ટકકરથી મહિલાને ઇજા
નખત્રાણા તાલુકાના લક્ષ્મીપર ગામે બસ સ્ટેશન પર મંદિરના પ્રોગ્રામમાં લખપત તાલુકાના ખટીયા ગામે રહેતા મનિષાબેન શામજીભાઇ અજાણી (ઉ.વ.25) બેઠા હતા. ત્યારે કારના ચાલકે બેદરકારીથી અડફેટે લેતાં મનિષાબેનને ઇજા પહોંચી હતી. ઘાયલ પત્નિને શામજીભાઇ નારાણભાઇ અજાણીએ પ્રથમ સારવાર માટે નખત્રાણા લઇ ગયા બાદ વધુ સારવાર માટે ભુજ જી.કે.માં દાખલ કરાવતાં નખત્રાણા પોલીસે બનાવની નોંધ લઇ તપાસ કરી છે.

માધાપરમાં મોપેડની અડફેટે 14 વર્ષનો સાયકલ ચાલક ઘવાયો
માધાપર જુનાવાસમાં શીવનગરમાં રહેતો 14 વર્ષનો હર્ષિલ સંદીપભાઇ કદમ પોતાની સાયકલથી ગુરૂવારે સવારે માધાપર નવાવાસના કોટક નગર તરફ જઇ રહ્યો હતો. ત્યારે અજાણી મોપેડના ચાલકે ટકકર મારતાં ઇજાગ્રસ્ત હાલતમાં ભુજ જી.કે.જનરલ હોસ્પિટલમાં દાખલ થયો હતો. પોલીસે બનાવની નોંધ લઇ તપાસ હાથ ધરી છે.

ભુજમાં મોટર સાયકલની ટકકરથી બાઇક ચાલક ઘાયલ
મીરજાપર આંબેડકર નગરમાં રહેતા 48 વર્ષીય હીરાલાલ હીરજીભાઇ બુચીયા પોતાની બાઇક પર જુબેલી સર્કલ પાસેથી જઇ રહ્યા હતા. ત્યારે અન્ય બાઇકના ચાલકે અડફેટે લેતાં હાથના ભાગે ઇજા થતાં હોસ્પિટલમાં ખસેડાયા હતા.પોલીસે બનાવની નોંધ લઇ કાર્યવાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...