ફરિયાદ:પત્નીને કેફી પીણું પાઇ મિત્ર સાથે શરીર સબંધ બાંધવા કર્યું દબાણ

ભુજ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • શિક્ષિકા પત્નીનો વીડિયો વાયરલ કરવા ધમકી
  • પતિ, સાસુ, નણંદ સામે માધાપરમાં ગુનો દાખલ

માધાપર રહેતી અને શિક્ષિકા તરીકે નોકરી કરતી પરિણીતાને તેના પતિ સાસુ નણંદે રૂપિયા પડાવવા ત્રાસ આપી પતિ દ્વારા કેફી પીણુ પીવડાવી તેના મિત્ર સાથે શારિરીક સબંધ બાંધવા મજબુર કરીને તેનો વીડિયો ફેસબુકમાં અપલોડ કરી દેવાની ધમકી તેમજ મહિલાના વાહનના ટીટીઓ ફોર્મમાં ખોટી સહી અન્યને વેચી મારીને છેતરપીંડી વિશ્વાસઘાત કરતાં માધાપર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ માધાપર રહેતી 27 વર્ષીય જમનાબેન શિક્ષિકા (નામ બદલાવ્યું છે) માધાપર પોલીસ મથકમાં ફરિયાદમાં જણાવ્યું છે. કે, તેણીએ 2017માં માધાપર રહેતા યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. સંયુક્ત પરિવારમાં ગયા ત્યારે સાસુ નણંદ અને પતિ દ્વારા શારિરીક માનસિક ત્રાસ અપાતો હોઇ આ અંગે મહિલા પોલીસ મથકમાં પતિ, સાસુ અને નણંદ વિરૂધ ફરિયાદ નોંધાવી હતી.

સમાધાન બાદમાં ફરી વખત સાસરીયાએ માનસિક શારીરિક ત્રાસ આપીને ઘરમાંથી કાઢી મુકતાં અલગ મકાનમાં ફરિયાદી મહિલા રહેતી હતી. દરમિયાન ફરિયાદી મહિલાનો પતિ દારૂની ટેવ વાળો હોઇ ફરિયાદી મહિલાના ઘરે આવી દારૂ પીવા માટે દબાણ કરતો હતો. અને રૂપિયાની વારંવાર માગણી કરીને મારકુટ કરતો હતો.

પતિ તેના મિત્ર સાથે ફરિયાદી મહિલાના શરીર સબંધ બાંધવા દબાણ કર્યું હતું. તે સમયે ફરિયાદી મહિલાને નશાયુક્ત પીણુ પીવડાવી દીધું હતું. બાદમાં પતિએ ફરિયાદી મહિલાને ધમકી આપી હતી કે જો પોલીસ ફરિયાદ કરીશ તો, મારા મિત્ર સાથે તારો બિભત્સ વિડિયો છે. તે ફેસબુકમાં અપલોડ કરી દઇશ તેવી ધમકી આપી હતી.

તેમજ ફરિયાદીએ પતિ માટે ખરીદેલી મોટર સાયકલના ટીટીઓ ફોર્મમાં ફરિયાદી મહિલાની ખોટી સહી કરી અન્યને વેચી મારી હોવાથી માધાપર પોલીસ મથકમાં પતિ સાસુ નણંદ સામે શારિરીક માનસિક ત્રાસ, વિશ્વાસઘાત છેતરપીંડી અને આઈટી એક્ટ સહિતની વિવિધ કલમ તળે ગુનો નોંધાવ્યો છે. પોલીસે બનાવની નોંધ લઇ તપાસ હાથ ધરી છે.

સમાધાન સમયે દર માસે 10 હજાર આપવા દબાણ પૂર્વક લખાણ કરાવ્યું
સાસરીયાના ત્રાસથી 2019માં પરિણીતાએ સાસરીયા વિરૂધ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. બાદમાં સમાધાન થઇ જતાં સાસરીયામાં ફરિયાદી મહિલા રહેવા ગઇ ત્યારે બળજબરીથી દર માસે દસ હજાર આપવાનું બળજબરીથી લખાણ લઇ હવે કઇ થશે તો, તારા પરિવારની જવાબદારી રહેશે તેવું લખાણ લખાવી લીધું હતું.

અન્ય સમાચારો પણ છે...