હાલાકી:નખત્રાણામાં પોલીસે કબજે કરેલા વાહનો મુક્ત કેમ કરાવવામાં હાલાકી

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક

નખત્રાણા પોલીસે વિવિધ ગુન્હા હેઠળ વાહનો કબજે કર્યા છે. જે છોડાવવા ન અાવે તો જાહેર હરરાજી કરવામાં અાવશે. પરંતુ, અે વિધિમાં ઘાટ કરતા ઘડામણ મોંઘી જેવો તાલ સર્જાયો છે, જેથી ભુજ નગરપાલિકાના નગરસેવકે પોલીસ અધિક્ષકને પત્ર લખી વાહન માલિકોની વ્યથા ઠાલવી છે.

પત્રમાં નગરસેવક મહેબુબ જે. પંખેરીયાઅે જણાવ્યું છે કે, પોલીસ ઈન્સ્પેકટરના જણાવ્યા મુજબ કોર્ટના હુકમના અાધારે કબજે કરાયેલા વાહનોને માલિકો દ્વારા છોડાવવામાં ન અાવે તો હરરાજી કરવાશે. પરંતુ, પ્રશ્ન અે છે કે, છોડાવવા ક્યાં જવું. અાર.ટી.અો. કચેરીઅે કે પછી નખત્રાણા પોલીસ સ્ટેશને જવું. જો અાર.ટી.અો. કચેરીઅે જાય તો મોટર સાયકલના ડ્રાઈવિંગ લાયસન્સનો દંડ 4000 અને કાર હોય તો 6000, વીમાનો દંડ 2000, પી.યુ.સી.નો દંડ 500 રૂપિયા થાય. અામ, 10000થી 12500 રૂપિયા દંડની રકમ જેટલી બજાર કિંમત પણ નથી હોતી.

હરરાજીમાં ખરીદનારા પણ પોતાના નામે તબદીલ નહીં કરે અને ખરીદનાર કોઈ ગુના કામે તેનો વપરાશ નહીં કરે તેની પણ કોઈ ખાતરી નથી હોતી, જેથી વાહન માલિકોની વ્યથા ઠાલવતા અનુરોધ છે કે, 1000થી 3000 રૂપિયાની મર્યાદામાં દંડ વસુલીને વાહન મુક્ત કરવું જોઈઅે.

લોક ડાઉનના કપરા સમયમાંથી નીકળેલા લોકો માટે માનવીય અભિગમ અપનાવી અે દિશામાં દિવાળીના તહેવારો સમયે રાહતભર્યો નિર્ણય લેવાય તો દિવાળીની ભેટ સમાન સાબિત થશે.

અન્ય સમાચારો પણ છે...