હંગામો:મારી બેનના ફોટો કેમ પાડશ કહી દહિંસરાના પ્રૌઢને માર માર્યો

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સ્વામીનારાયણ મંદિરમાં બનેલા બનાવથી હંગામો

ભુજના નૂતન સ્વામીનારાયણ મંદિરમાં દહિંસરાના આધેડને રાપર વેકરાના યુવકે બહેનના ફોટો વિડીયો ગ્રાફી કાઢવા મુદ્દે માર મારતાં હોબાળો મચી ગયો હતો. દહિંસરા કેરા રોડ પર રહેતા ગોવિંદભાઇ કેસરાભાઇ ગાંગજીયાણી (ઉ.વ.50) મંગળવારે સવારે ભુજના સ્વામીનારાયણ મંદિરમાં તેમના પત્નિ સાથે ઉભા હતા ત્યારે રામપર ગામે રહતા સુરેશ કલ્યાણજીભાઇ વેકરીયા નામનો યુવક ફરિયાદી પાસે આવ્યો હતો અને તું મારી બહેનના ફોટો વિડીયો કેમ ઉતારશ કહી ફોન ઝુંટવાની કોશીશ કરતા ઝપાઝપી કરીને ફોન આપ કહી લાતો હાથોથી મોઢા અને શરીરના ભાગે માર મારવાનો શરૂ કર્યો હતો.

ફરિયાદીથી મારથી જમીન પર પટકાઇ ગયા હતા. દરમિયાન ફરિયાદીએ રાડા રાડ કરતાં લોકો દોડી આવ્યા હતા અને તેમને બચાવ્યા હતા. ઇજા ગ્રસ્ત ફરિયાદીએ ફોન કરીને તેના પુત્રને બોલાવી સારવાર માટે ભુજ જી.કે.જનરલ હોસ્પિટલમાં દાખલ થયા હતા. એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે.

માધાપરમાં પતિએ પત્નિને ધોકો ફટકાર્યો
માધાપર મતીયા કોલોનીમાં રહેતા અરજણભાઇની તેમના સાઢુ સાથે બોલાચાલી થઇ હોઇ સાઢુ સાથે ઝઘડો કરવા માટે પત્નિ રતનબેનને ચાલવાનું કહેતા પત્નિએ સાથે આવવાની ના કહેતા ઉશ્કેરાયેલા અરજણે પત્નિને ધોકાથી માર મારી ફેકચર સહિતની ઇજા પહોંચાડી હતી. બનાવને પગલે પુત્ર સુનીલ અરજણભાઇ જોગીએ પિતા વિરૂધ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...