તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લ્યુકીસ્ટીક કોમન કુટ:કચ્છમાં સફેદ કુંજ, કાજિયા બાદ હવે રવેચીમાં પહેલીવાર સફેદ ભગતડું દેખાયું !

ભુજ23 દિવસ પહેલા
 • કૉપી લિંક
લ્યુકીસ્ટીક કોમન કુટ (ભગતડું) - Divya Bhaskar
લ્યુકીસ્ટીક કોમન કુટ (ભગતડું)

કચ્છમાં આ અગાઉ સફેદકુંજ અને સફેદ વચેટ કાજિયો નોંધાઈ ચૂક્યા છે.જો કે બે દિવસ પહેલા રવેચીની મુલાકાત વખતે તળાવમાં એક અલગ પ્રકારનુ સફેદ પક્ષી પક્ષીનીરીક્ષકોને જોવા મળ્યુ હતું.વધુ તપાસ કરતાં આ પક્ષી લ્યુકીસ્ટીક કોમન કુટ (ભગતડું) તરીકે ઓળખાયું હતું.સામાન્ય રીતે આ કોમન કુટ કાળા કલરમાં જોવા મળે છે.

પરંતુ પિગમેન્ટ્સની ઉણપને કારણે હજારોમાં એકાદ પક્ષીનો કલર આ રીતે સફેદ જોવા મળતો હોય છે.આ મુદ્દે પક્ષી જોનારાઓએ વરિષ્ઠ પક્ષીનીરીક્ષક શાંતિલાલભાઇ વરુ સાથે ચર્ચા કરતાં આ અગાઉ કચ્છમાં આ પક્ષીની નોંધ જોવા મળતી નથી એમ જણાવેલ હતું.આ પક્ષી નિરીક્ષણમાં જયસિંહ પરમાર,મહેશ પરમાર,ગની ખત્રી તેમજ રાજેશ ઠક્કર સાક્ષી બન્યા હતા.આ પક્ષીની તસવીર મહેશ પરમારે ઝઽપી હતી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો