• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • Whether The Work Of Removing The Pressure Of The Municipality In The City Has Been Done Or Not? Mon, Tue, Wed And Now No Date Has Been Fixed!

સમસ્યા:શહેરમાં પાલિકાનું દબાણ હટાવ કાર્ય જ હટ્યું કે શું ?, સોમ, મંગળ, બુધ અને હવે તારીખ નક્કી નથી!

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અોલ્ફ્રેડ હાઈસ્કૂલના ફૂટપાથ પરથી સ્વેચ્છાએ દબાણો હટ્યા

ભુજ નગરપાલિકા દ્વારા ફૂટપાથ ઉપર દબાણ હટાવવાની કામગીરી થવાની હતી. જે સોમવારે મંગળવાર ઉપર અને મંગળવારે બુધવાર ઉપર ઠેલાયા બાદ હવે ક્યારે થશે અેની તારીખ પણ નક્કી નથી, જેથી પ્રશ્ન થાય છે કે, શહેરમાં પાલિકાનું દબાણ હટાવ કાર્ય જ હટ્યું કે શું.કલેકટરના અધ્યક્ષ સ્થાને રોડ સેફ્ટી કમિટીની બેઠક મળી હતી, જેમાં ફૂટપાણ ઉપરના દબાણ હટાવવાનું નક્કી થયું હતું, જેમાં નગરપાલિકાની દબાણ શાખાઅે ફૂટપાથ ઉપરના દબાણકર્તાઅોને સ્વૈચ્છિક હટી જવા માટે માૈખિક જાણ પણ કરાઈ હતી, જેથી જિલ્લા પંચાયત, અોલ્ફ્રેડ હાઈસ્કૂલના ફૂટપાથ ઉપર તંબૂ તાણી તૈયાર વસ્ત્રોના વિક્રેતાઅો ખસી ગયા હતા.

પરંતુ, ત્યારબાદ ભુજ નગરપાલિકાઅે સોમવારથી બુધવાર સુધીના ત્રણ દિવસ દરમિયાન અલગ અલગ બહાના બતાવીને અાજે કરીઅે કાલે કરીઅે અેવું જણાવ્યું હતું. છેવટે હવે તો તારીખ પણ નક્કી નથી કે ક્યારે થશે. અામ, ગતિશીલ સરકારના તંત્રના વહીવટી અધિકારીઅો અને કર્મચારીઅો દબાણ કરીને બેઠેલા રાજકારણીઅો અને અેમના અોળખીતા પારખીતાના દબાણ હેઠળ અાવી ગયા અેવું જનતાને સ્પષ્ટ સમજાઈ ગયું છે.

અન્ય સમાચારો પણ છે...