નેત્રમની આંખે મોતિયો:સરકારી હોય કે ખાનગી,સીટ બેલ્ટ વગર વાહન ચલાવવાનો રિવાજ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પોલીસ તમે પણ.. ? - Divya Bhaskar
પોલીસ તમે પણ.. ?

ભુજ શહેરમાં કાયદો વ્યવસ્થાની સમીક્ષા અને ટ્રાફિક નિયમન માટે જુદા જુદા 19 પોઇન્ટ પર 209 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે.નેત્રમ વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત લગાવાયેલા કેમેરા થકી ફોર વહિલર ગાડીમાં ડ્રાઇવરે સીટબેલ્ટ ન બાંધ્યુ હોય તો રૂ.500 નો ઇ - મેમો આપવામાં આવે છે.

એ-ડિવિઝન
એ-ડિવિઝન
જિલ્લા ટ્રાફિક પોલીસ
જિલ્લા ટ્રાફિક પોલીસ
જ્યુબિલી સર્કલ
જ્યુબિલી સર્કલ

જોકે સામાન્ય વાહનચાલકોને ચલણ ફટકારી દેવાય છે પણ જે લોકોને આ નિયમની અમલવારી કરાવવાની છે તેવા પોલીસ કર્મચારીઓ ખુદ ઓન ડ્યુટી સરકારી ગાડીમાં સીટ બેલ્ટ બાંધતા નથી તેમજ શહેરમાં જાણે સીટ બેલ્ટ બાંધ્યા વગર ગાડી ચલાવવાનો રિવાઝ હોય તેમ એસટી બસ,ખાનગી લકઝરી અને ટુરિસ્ટ વાહનો,પેસેન્જર વાહનો,ગાડીઓ તેમજ મોટાભાગના ફોર વહીલરમાં અપવાદ સિવાય કોઈ સીટ બેલ્ટ બાંધતુ નથી.

એસટી બસ
એસટી બસ
છોટા હાથી
છોટા હાથી
ટૂરિસ્ટ બસ
ટૂરિસ્ટ બસ

કાયદો સર્વે માટે સમાન હોય તો મેમો પણ સરકારી ગાડીઓને મળવો જોઈએ તેવો મત ભોગગ્રસ્ત વાહનચાલકોએ વ્યક્ત કર્યો હતો.ઉલ્લેખનીય છે કે,અત્યારસુધીના દોઢ વર્ષમાં નેત્રમ દ્વારા 10,343 વાહનચાલકોને સીટબેલ્ટના નિયમ ભંગ સબબ મેમો ફટકારાયો છે જેમાં માત્ર 3 હજાર લોકોએ જ રકમ ભરપાઈ કરી છે.

અન્ય સમાચારો પણ છે...