તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:મુન્દ્રા રિલોકેશન સાઇટમાં ડામર રોડ કયારે બનશે ?

ભુજ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

ભુજના મુન્દ્રા રિલોકેશન સાઇટ વિસ્તારમાં ભારે વરસાદ બાદ રસ્તામાં ખાડા પડી ગયા હોઇ તાત્કાલિક સમારકામ કરવા માગ ઉઠી છે. શહેરના તમામ રસ્તાઅો માટે 456 કરોડની ગ્રાન્ટ ફાળવાઇ છે. જે અન્વયે મોટાભાગના ડામર રોડ રીફેશરીંગથી મઢી દેવામાં અાવ્યા છે. મુન્દ્રા રિલોકેશન સાઇટમાં લેવા પટેલ હોસ્પિટલ કોર્નરથી કતિરા કોમ્પલેક્ષ સુધીનો સળંગ રસ્તો ડામરથી મઢવાનો હતો અને તમામ પ્રાથમિક તૈયારીઅો થઇ ચુકી હતી છતાં અા રોડ રીફેશનીંગ થયો નથી. લોકો ધૂળની ડમરીઅોથી ત્રાસી ગયા છે, દુકાનદારો પરેશાન છે. દાહોદ, ગોધરા, બનાસકાંઠાના મજૂરો દિવાળી માટે વતન ગયા હોઇ કામ ખોરંભે ચડ્યું છે. અા માર્ગનું કામ સત્વરે શરૂ કરાય તેવું સ્થાનિકો ઇચ્છી રહ્યા હોવાનું ભુપેન્દ્ર અેમ. મહેતાઅે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો