તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

મુલાકાત:જ્યારે એક આઇપીએસ અધિકારીઓ કાયદો-વ્યવસ્થાની જગ્યાએ શિક્ષણની ચર્ચા કરી

ખાવડા5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરહદી તુગા ગામમાં શિક્ષણની કામગીરીથી પોલીસ અધિકારી થયાં પ્રભાવિત

આઇપીએસ અધિકારીની તાલિમ પૂર્ણ કર્યા તેમના કાર્યના ભાગરૂપે સરહદ વિસ્તારોની મુલાકાત લેવાની નવી નીતિ અમલમાં મુકવામાં આવી છે. તેના ભાગરૂપે કચ્છમાં પણ પોલીસ અધિકારીઓ આવી રહ્યાં છે તેવામાં શનિવારે તુગાની યુવા આઇપીએસ શફિન હસને મુલાકાત લીધી હતી. અને ગામમા શિક્ષણ વિશે ચર્ચા કરી હતી. યુવા અધિકારીઓ સરહદની પરિસ્થિતિ અને ત્યાંના પ્રશ્નો શું છે તે સમજવા અને સરકાર સુધી પોહચડવા માટે આ નીતિ અમલમાં મુકાઇ છેે. પીએસઆઈ વાય.પી.જાડેજા અને આ વિસ્તાર વિશે અનુભવ ધરાવતા કિશોરસિંહ જાડેજાએ તુગા ગામ આ વિસ્તારમાં શિક્ષણમાં અગ્રેસર રહ્યું છે તેવું જણાવતા આઇપીએસ અધિકારીઓ ગામની મુલકાતની ઇચ્છા વ્યક્ત કરી હતી. અધિકારીઆ બાળકોને સિવિલ સર્વિસની કસોટી કેવી રીતે પાસ કરી શકાય અને કેવી રીતે મહેનત કરવી જોઇએ તેની માહિતી આપી હતી. તેઓ ગામ લોકોના સવાલોના જવાબો આપ્યા હતાં.

કોઇને મદદની જરૂર હશે તો આપવાની ખારી આપી હતી. શફિન હસને કોટડા ગામના પ્રથમ સ્નાતક વિદ્યાર્થી ગફારભાઈને ગાંધીજીના જીવનને ઉજાગર કરતી પુસ્તક ભેટ કરી હતી. કાર્યક્રમમાં આ વિસ્તારના યુવાનો સાથે ગામના અગ્રણી સુલેમાન સમા, ગની સમા, અમીન સમા, રાજુભાઇ રાઠોડ, યાસીન મનસુરી, સતાજી સમા સહીતના શિક્ષકો પણ હાજર રહ્યા હતા. સંચાલન રશીદ સમા અને કરીમ સમાએ કર્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે બધા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. તમારી ગુપ્ત પ્રતિભા લોકો સામે ઉજાગર થશે. જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે તથા માન-સન્માનમાં પણ વૃદ્ધિ થશે. ઘરની સુખ-સુવિધાને લગતી વસ્તુઓની...

વધુ વાંચો