ક્રાઇમ:ભુજમાં છોકરીની મજાક કરતો હોવાના વ્હેમે યુવાન પર હુમલો

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરના દાદુપીર રોડ પર આવેલા આંબેડકરવાસમાં ઘર પાસે બેસેલા યુવાને છોકરીની મજાક કરી હોવાનો વ્હેમ રાખી યુવતિના પિતાએ યુવક પર હુમલો કર્યો હતો, ઇજાઓ પહોંચતા સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ, શામજી લાલજી મહેશ્વરી પોતાના ઘર પાસે ઓટલા પર બેઠો હતો ત્યારે પસાર થઇ રહેલા શંકર મારાજ તેમના છોકરા-છોકરી સાથે જઇ રહ્યા હતા. શંકર મારાજને એવો વ્હેમ ગયો કે શામજીએ તેમની છોકરીની મજાક કરી છે એટલે માર મારતા ઇજાઓ પહોંચી હતી. સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયા બાદ બી ડિવિઝન પોલીસે આગળની તજવીજ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...