તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:પશ્ચિમ કચ્છ પોલીસે પ્રતિબંધિત બાયો ડિઝલનો દોઢ લાખથી વધુનો જથ્થો પકડી પાડ્યો

ભુજ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 7 હજારની કેપેસિટી ધરાવતા ટેન્કરમાંથી 2500 લીટર બાયો ડીઝલ ઝડપાયું

રાજ્ય સરકાર દ્વારા બાયો ડીઝલના થતા બેનામી વેપલા પર પ્રતિબંધ સાથે સખ્ત કાર્યવાહી કરવાના આપેલા આદેશ બાદ શરૂ થયેલા પોલીસ દરોડામાં આજે વધુ કેટલાક સ્થાનો પરથી કચ્છ પોલીસે બાયો ડિઝલનો જથ્થો પકડી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેના પગલે આ વ્યવસાયથી લાખો રૂપિયા કમાતા ઇસમોમાં ખળભળાટ મચેલો છે. અને આગળ શું થશે તેની ચિંતામાં ગરકાવ થઈ જવા પામ્યા હોવાનું જાણવા મળ્યું છે. આજે પશ્ચિમ કચ્છ વિભાગની પદ્ધર પોલીસે પણ બાયો ડિઝલનો રૂ. 1 લાખ 62 હજાર 500ની કિંમતનો ગેર કાયદે જથ્થો ભરેલા ટેન્કર સહિત ચાલકને ઝડપી પાડ્યો હતો.

અધિકારીની સૂચના અનુસાર પેટ્રોલિંગમાં રહેલી પદ્ધર પોલીસ ભુજ તાલુકાના હીરાપર અને મોડસર માર્ગ પરથી મોડસર ગામ તરફ આવતા ટેન્કર ન. (GJ12-AW-7777)ને અટકાવતા તેમાં બાયો ડીઝલ મળી આવ્યું હતું. જેના કોઈ આધાર પુરાવા ન મળતા ખવડાના ટેન્કર ચાલક નૂરમામદ કમાલ સમાંને પૂછતા આ જ્વલનશીલ પ્રવાહી પોતે નારશીભાઈ આહીરની વાડીએ પહોંચાડવા જતો હોવાનું જણાવ્યું હતું. પોલીસે 2500 લીટર બાયો ડીઝલ જેની કિંમત 1 લાખ 62 હજાર 500 અને ટેન્કર રૂ. 3 લાખ એમ કુલ રૂ. 4 લાખ 62 હજાર 500નો મુદામાલ કબ્જે લઈ કલમ 102 તળે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...