તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અસમંજસ:વાહનમાં નંબરપ્લેટ માટે રિપોર્ટ આપવાનો આદેશ હજુ પશ્ચિમ કચ્છ પોલીસને નથી મળ્યો

ભુજ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 3 સપ્તાહ પૂર્વે સરકાર તરફથી મળેલી સૂચનાનું પૂર્વ કચ્છમાં અમલીકરણ શરૂ પણ
  • આવો કોઇ પરીપત્ર અમને સરકાર તરફથી મળ્યો જ નથી: ભુજ-માધાપરના પોલીસ સ્ટેશન

રાજય સરકાર તરફથી ત્રણેક સપ્તાહ પૂર્વે વાહનમાં લાગેલી નંબર પ્લેટ ખોવાઇ જાય તો નજીકના પોલીસ સ્ટેશનમાંથી રિપોર્ટ લીધા બાદ નવી નંબર પ્લેટ બનાવી અપાશે તેવો આદેશ કરાયો હતો. આદેશ અનુસાર પૂર્વ કચ્છ પોલીસ તરફથી અમલીકરણ શરૂ કરી વાહન માલિકોને પોલીસ રિપોર્ટ આપવાનું શરૂ કરાયું, પણ પશ્ચિમ કચ્છ પોલીસ મથકોને આવો કોઇ પરિપત્ર અમને સરકાર તરફથી મળ્યો જ નથી તેવો જવાબ વાહન માલિકોને મળ્યો હતો.

નંબર પ્લેટ તૂટી ગઇ હોય તો હાઇસિક્યુરિટી નંબર પ્લેટના સેન્ટર પર નંબર પ્લેટના સિરિયલ નંબર દેખાતા હોય તેવા ટૂકડા જમા કરાવી નવી નંબર પ્લેટ બનાવી અપાશે તેમજ નંબર પ્લેટ ખોવાઇ ગઇ હોય તો વાહન માલિક નજીકના પોલીસ સ્ટેશનેથી રિપોર્ટ કઢાવવાનો રહેશે. પોલીસ રિપોર્ટ રજૂ કર્યા બાદ વાહન માલિક નંબર પ્લેટના પૈસા ભરી પ્લેટ લગાવી શકશે તેવો આદેશ કરાયો હતો. રાજય સરકાર તરફથી થયેલો આદેશ તમામ અેચ.અેસ.આર.પી. સેન્ટરને અપાયો હતો જેથી તેની અમલવારી શરૂ કરાઇ હતી. પશ્ચિમ કચ્છના અેકેય પોલીસ મથકના રિપોર્ટ અેચ.અેસ.આર.પી. સેન્ટર પાસે આવ્યા ન હોવાનું જાણવા મળ્યું છે.

પૂર્વ કચ્છ પોલીસ મથકો તરફથી આદેશની અમલવારી શરૂ કરી દેવાઇ છે પણ પશ્ચિમ કચ્છ પોલીસ મથકના જવાબદારોઅે આવો કોઇ આદેશ કરાયો ન હોવાની વાત જાણવા મળી હતી.માધાપર પોલીસ મથકના પી.અેસ.અો. સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે, સરકાર તરફથી અમને કોઇ આદેશ મળ્યો નથી જેથી નંબર પ્લેટ ખોવાઇ ગઇ હોય તેનો રિપોર્ટ કાઢી અપાતો નથી. પૂર્વ કચ્છ પોલીસે અમલવારી શરૂ કરી દીધી છે તેવી વાત કરતા તેમણે કહ્યું કે અમને ઉચ્ચ અધિકારી તરફથી આવી કોઇ સૂચના જ અપાઇ નથી.

ગૂંચવણભરી પદ્ધતીથી વાહન માલિકો વધુ હેરાન થશે
રાજય સરકાર તરફથી પોલીસ રિપોર્ટ લેવાનો આગ્રહ રાખવા આદેશ કરાયો છે, નંબર પ્લેટ ખોવાઇ ગઇ હોય તો નજીકના પોલીસ મથકેથી રિપોર્ટ લીધા બાદ જ નવી નંબર પ્લેટ બનાવી અપાશે. આમ, વાહનમાં બંને માંથી અેક નંબર પ્લેટ ખોવાઇ જાય અથવા તો કયાંક પડી જાય તો નજીકના પોલીસ મથકેથી રિપોર્ટ કઢાવ્યા બાદ જ લગાવી શકાશે, જેના લીધે વાહન માલિકો વધુ હેરાન થશે.

અન્ય સમાચારો પણ છે...