જનતાને અનુરોધ:તહેવારમાં સાવધાની રાખવા પશ્ચિમ કચ્છ પોલીસની અપીલ

ભુજ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અનિચ્છનીય ઘટનાઓ ટાળવા જનતાને અનુરોધ

તહેવારોના દિવસો દરમિયાન પ્રજાજનો ચીભડ ચોરી, સ્નેચીંગ કે કોઇ અનિછનીય બનાવનો ભોગ ન બને બને તે અનૂસંધાને પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે.

હાલ દિવાળીના તહેવારો ચાલી રહ્યા છે ત્યારે જાહેર જનતાને પોતાના હિત ખાતર કેટલીક બાબતો ધ્યાનમાં લઇ તકેદારી રાખવાની પોલીસે સુચના આપી છે. બજારમાં ભીડભાડ વાડી જગ્યાએ ખરીદી કરતી વખતે પોતાના કિંમતી સામાનનું ધ્યાન રાખવું મોટી રોકડ રકમ સાથે ન રાખવી બને ત્યાં સુધી રોકડ વ્યવહાર કરવો નહીં ડીઝીટલ પેમેન્ટ કરવું કોઇ લોભામણી ખોલવી નહીં કે, ઓટીપી નંબર આપવો નહીં અને ફ્રોડ કોલથી સાવધાન રહેવું તેમજ બજારમાં કોઇ બીનવારસુ ચીજ વસ્તુ ન અડવું નહીં શંકાસ્પદ કોઇ જણાય તો, પોલીસ સ્ટેશન કે, હેલ્પલાઇન નંબરનો સંપર્ક કરવો તેમજ તહેવારોના દિવસોમાં બહાર ફરવા જવાનું થાય તો, પોતાના ઘરમાં કિંમતી સામાન સુરક્ષિત જગ્યાએ મુકવો અને પાડોશી અને વોચમેનને આ બાબતની જાણ કરવી બને ત્યાં સુધી વધુ ભીડભાડ વાડી જગ્યાએ ખરીદી કરવાનું ટાળવું અને સોશીયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરી સરકારી ગાઇડ લાઇનનું પાલન કરવા અનૂરોધ કરાયો છે.

નોંધનીય છે કે, મોટા દિવસો દરમિયાન લોકો હરવા-ફરવા જતા હોવાથી બંધ ઘર કે દુકાનોમાં અનિચ્છનીય ઘટનાઓ બનતી હોય છે, ત્યારે પોલીસ પેટ્રોલિંગ કરી રહી છે, જોકે લોકો સાવચેતી રાખે તે જરૂરી છે.