તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:પશ્ચિમ કચ્છ ખાણ ખનીજ વિભાગે ટ્રક અને ટ્રેલરની અટક કરી, 2.19 લાખનો દંડ વસુલ્યો

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રોયલ્ટીમાં દર્શાવ્યા કરતા વધુ બેન્ટોનાઇટનો જથ્થો ટ્રેલરમાં પરીવહન કરાતો હતો
  • માધાપરમાં રોયલ્ટી વગર બ્લેકટ્રેપ ખનીજ પરીવહન કરનાર સામે કાર્યવાહી

ખાણ ખનીજ વિભાગની પશ્ચિમ કચ્છની ટીમ ચેકિંગમાં હતી તે દરમિયાન એક ટ્રેલરને રોયલ્ટી કરતા વધુ બેન્ટોનાઇટનો જથ્થો પરીવહન કર્યો હોવાનું ધ્યાને આવતા 2.19 લાખ દંડની રકમ વસુલાત કરી હતી, તો માધાપરમાં બ્લેકટ્રેપ ખનીજનું પરીવહન કરતી ટ્રકને રોકાવતા તેની પાસે રોયલ્ટી જ ન હોવાથી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

સુત્રોમાંથી મળતી વિગતો મુજબ, ભુસ્તરશાસ્ત્રીની સૂચનાથી પશ્ચિમ કચ્છ ખાણ ખનીજ વિભાગની ટીમ ભુજ વિસ્તારમાં પેટ્રોલિંગમા હતી તે વેળાએ માધાપર પાસેથી પસાર થઇ રહેલા જીજે 12 એક્સ 3985 નંબરની ટ્રકને રોકાવી હતી, ટ્રકમાં બ્લેકટ્રેપ ખનીજનું પરીવહન કરાતુ હોવાથી તેની રોયલ્ટી-પાસ પરમીટની માગણી કરાઇ હતી, જે તેની પાસે ન હોવાથી બિનઅધિકૃત રીતે પરીવહન કરવા બદલ રોયલ્ટી ઇન્સ્પેકટર એ. બી. વાઢેર દ્વારા દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તો ગત 17-6ના ખાણ ખનીજ વિભાગના માઇન્સ સુપરવાઇઝર બી. એસ. વાલસુર સાથે ચેકિંગમાં હતા તે વેળાએ ટ્રેલર નંબર જીજે 12 એઝેડ 5396 માં બેન્ટોનાઇટ ખનીજ પરીવહન કરાતી હતી, જેની રોયલ્ટી ચેક કરતા દર્શાવાયેલી ક્ષમતા કરતા વધુ ખનીજ પરીવહન કરાતુ હોવાનું ધ્યાને આવતા તેની અટક કરી 2.19 લાખ રૂપિયાનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. તો ગત રાત્રે નખત્રાણા તથા માંડવી પંથકમાં ખનીજ વિભાગની ટીમ તરફથી આકસ્મિક ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું, જો કે કોઇ વાહન ડિટેઇન કે દંડકીય કાર્યવાહી કરી શકાય તેવી ગેરરિતી જણાઇ ન હતી.

અન્ય સમાચારો પણ છે...