તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુલાકાત:જાણીતા ક્રિકેટર યુસુફ પઠાણ સહ પરિવાર કચ્છના મહેમાન બન્યા

હાજીપીર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • હાજીપીર પર ચાદર ચડાવી, અાજે કાળો ડુંગર અને કાંઢવાંઢ રણ નિહાળશે

ચાલુ વર્ષે કોવીડ-19ના કારણે રણોત્સવનું અાયોજન કરાયું નથી. જોકે પર્યટકોનો પ્રવાહ ધીમેધીમે વધી રહ્યો છે. તાજેતરમાં હરિયાણાના નાયબ મુખ્યમંત્રી કચ્છની મુલાકાતે અાવ્યા હતા. તેવામાં હવે ક્રિકેટર યુફુસ પઠાણે પણ સહ પરિવાર કચ્છની મુલાકાત લીધી છે. તેઅોઅે સોમવારે હાજીપીર ખાતે દરગાહ પર ચાદર ચડાવી હતી.

અા અંગે મળતી વિગતો મુજબ વિસ્ફોટક બેટ્સમેન અેવા યુસુફ પઠાણ સોમવારે અચાનક કચ્છના પ્રસિદ્ધ યાત્રાધામ અેવા હાજીપીર પહોંચતા તેમના પ્રશંસકોઅે સેલ્ફી માટે પડાપડી કરી હતી. તેઅોઅે સોદ્રાણાના શહેનશાહ હાજીપીરની દરગાહ પર ચાદર ચડાવી દુવા કરી હતી. તેમની સાથે તેમના બે બાળકો અને પત્ની હતા. તેઅો મંગળવારે કાળો ડુંગર તથા કાઢવાંઢ જાય તેવી શક્યતા છે. તો બીજીબાજુ હાલ કચ્છમાં અાવેલા ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસ વિક્રમનાથે પણ હાજીપીરની મુલાકાત લીધી હતી. તેઅોઅે પણ દરગાહ પર ચાદર ચડાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો