માંગલિક અવસર:નખત્રાણા પંથકમાં લગ્નની મોસમ ખીલી, તમામ સમાજ વાડીઓ અગાઉથી જ બૂક

નાના અંગિયા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાર્ટી પ્લોટ સહિતના સ્થળો અત્યારથી જ હાઉસ ફૂલ

છેલ્લા બે વર્ષથી કોરોનાને કારણે લગ્નોની ધામધૂમ પૂર્વક ઉજવણી થઇ શકી ન હતી પણ મહામારી નહિવત થઇ જતાં નખત્રાણા પંથકમાં તુલસી વિવાહ ના દિવસથી લગ્ન પ્રસંગો શરૂ થઈ ગયા છે. બે વર્ષ દરમિયાન સાદગી સભર લગ્ન થયા હતા અથવા મુલતવી રાખવામાં આવ્યા હત, હવે બમણાં ઉત્સાહ અને ધામધૂમ પૂર્વક યોજવામાં આવી રહ્યા છે. તમામ સમાજવાડીઓ, પાર્ટી પ્લોટ્સ અને મેરેજ હોલના બુકિંગ અત્યાર થી જ ફુલ થઈ રહ્યા હોવાનું પણ જાણવા મળ્યું હતું.

દસવીસર ગામના અશોકજોશીએ જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા વીસ વર્ષ થી લગ્ન પ્રસંગે પોતાની ઘોડી ફૂલેકા અને ખાટલા પર ડાન્સ માટે ભાડે લઈ જાય છે. બે વર્ષ મંદી બાદ હવે ઘણી સંખ્યામાં લગ્ન પ્રસંગો યોજાઈ રહ્યા છે. અત્યાર સુધી 25 જેટલું બુકિંગ થઈ ગયું છે. ઢોલ અને શરણાઈ વાદકો, ફૂલ ડેકોરેશન, મંડપ સર્વિસ અને કેટરિંગ સાથે સંકળાયેલા વ્યવસાયકારોના કહેવા મુજબ આ વર્ષે લગ્ન પ્રસંગોની સંખ્યા સવિશેષ હોવાથી બે વર્ષનું સાટું એક સાથે મળી જશે.

અમૃત ગોર અને રમેશ ગોરના જણાવ્યા મુજબ એક જ તારીખોમાં રસોઈ બનાવવાના ઓર્ડર આવે છે. પણ લગ્ન ઘણા હોવાથી નાછૂટકે ના પાડવી પડે છે . શાસ્ત્રી કલ્પેશ કનૈયાલાલ જોશીએ કહ્યું હતું કે, હવે 20, 21, 22, 28, 29 અને 30 નવેમ્બર અને ડિસેમ્બરમાં 1, 2, 6, 7, 8, 9, 11 અને 13 તારીખે લગ્ન માટે શુભ મુહૂર્ત છે. મહામારી અને મોંઘવારીના કારણે ત્રસ્ત મધ્યમ વર્ગ ઘર આંગણે જ પોતાનો પ્રસંગ ઉજવી લે તો નવાઈ નહીં.

અન્ય સમાચારો પણ છે...