કોરોના રસી શરીરમાં નવ મહિના સુધી મહામારી સામે લડવા માટેની ઇમ્યુનિટી આપે છે. પ્રથમ ડોઝ મુકાવ્યાના નવ મહિના બાદ શરીરમાં રોગ સામે લડવાની શક્તિમાં ઘટાડો થાય છે. જેને પગલે સરકાર દ્વારા બુસ્ટર ડોઝની શરૂઆત કરવામાં આવી છે.
10 તારીખથી જિલ્લામાં બુસ્ટર ડોઝની કામગીરી તો શરૂ કરી દેવાઈ છે પણ ખુદ ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ અને લાભાર્થી વડીલો ત્રીજો ડોઝ લેવા માટે આગળ આવતા નથી.પરિણામે પખવાડિયામાં માંડ અડધી કામગીરી જ થઈ છે.કુલ 65,789 લાભાર્થીઓ પૈકી અત્યારસુધી 35545 લોકોએ જ ડોઝ લીધો છે.જેથી આજની તારીખે પણ અડધાથી ઓછા 30 હજાર લોકોએ ત્રીજો ડોઝ મેળવ્યો નથી.
60 વર્ષથી વધુ આયુ ધરાવતા લાભાર્થીઓ તેમજ કોરોના વોરિયર્સ અને ફ્રન્ટલાઈન વોરિયર્સ ત્રીજો ડોઝ લેવા માટેના લાભાર્થી છે.જેઓને ફોનમાં મેસેજ પણ મોકલવામાં આવે છે પણ કેટલીક શંકા કુશંકા અને તબીબી માર્ગદર્શનના અભાવે બુસ્ટર ડોઝ લેવા માટે નબળો પ્રતિસાદ જોવા મળી રહ્યો છે.ખુદ ઘણા સરકારી કર્મચારીઓ જ ત્રીજો ડોઝ મુકાવવા આગળ આવ્યા નથી.
શાળાએ જતા મહત્તમ કિશોરોનું બે દિવસમાં રસીકરણ થઈ ગયું પણ જેઓની ઇમ્યુનિટી નબળી છે અને ત્રીજી લહેરનો ખતરો છે તેવા લાભાર્થીઓ જ ત્રીજો ડોઝ મૂકાવવા માટે આગળ આવતા નથી ત્યારે તંત્ર દ્વારા લોકો સુધી રસીનું મહત્વ પહોંચતું કરવામાં આવે તે જરૂરી બન્યું છે.
તાલુકાવાઇઝ ડેટા
તાલુકો | ટાર્ગેટ | કામગીરી |
અબડાસા | 3274 | 1264 |
અંજાર | 5992 | 2717 |
ભચાઉ | 3384 | 1152 |
ભુજ | 23737 | 14416 |
ગાંધીધામ | 8502 | 4137 |
લખપત | 2648 | 1411 |
માંડવી | 7380 | 4215 |
મુન્દ્રા | 2309 | 1034 |
નખત્રાણા | 5618 | 3928 |
રાપર | 2945 | 1208 |
કુલ | 65789 | 35542 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.