તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કચ્છ પ્રેમ:અમે બન્નીમાં ઘાસ ઉગાડી જમીનને બંજર બનતા અટકાવી : વડાપ્રધાન

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સંયુક્ત રાષ્ટ્રની વર્ચ્યુઅલ બેઠકમાં કચ્છનો ઉલ્લેખ
  • સુકી અને બંજર જમીન અંગેની બેઠકમાં કચ્છમાં કરેલી કામગીરી વિશ્વ સમક્ષ રજૂ કરાઇ

પ્રધાનમંત્રી મોદીનો કચ્છ પ્રેમ જગજાહેર છે. કચ્છના મોડેલનો તેઅો વારંવાર દેશથી લઇને અાંતરરાષ્ટ્રીય મંચ પરથી પણ ઉલ્લેખ કરતા હોય છે. તેવામાં સોમવારે સંયુક્ત રાષ્ટ્રની વર્ચ્યુઅલ બેઠકને સંબોધતી વખતે મોદીઅે ફરી કચ્છને યાદ કર્યા હતા. વડાપ્રધાને ભૂમિ સંરક્ષણ અંગે કચ્છના બન્નીઅો દાખલો વિશ્વ સમક્ષ અાપ્યો હતો. સુકી અને બંજર જમીન અંગેની અા બેઠકમાં વડાપ્રધાને જણાવ્યું હતું કે ભારતે હંમેશા ધરતીને મા નો દરજ્જો દીધો છે. ફળદ્રુપ જમીનમાં થઇ રહેલો ઘટાડો પુરી દુનિયા માટે ખતરો છે.

જોકે જમીનને ઉપજાઉ બનાવવા માટે ભારતમાં અનેક પ્રયાસો કરાઇ રહ્યા છે. જે અંગે મોદીઅે કચ્છના બન્નીનો ઉદાહરણ અાપતા ઉમેર્યું હતું કે અમે કચ્છના બન્નીની જમીનને ફળદ્રુપ બનાવ માટે ઘાસ ઉગાડવા પર ધ્યાન અાપ્યું. તેના થકી અહીંની જમીનને બંજર બનતા અટકાવવામાં અાવી. અા પ્રાકૃતિક પ્રયોગ ખૂબ જ કારગર નિવડ્યુ હતું. અામ, અાવી રીતે મોદીઅે વિશ્વમંચ પર ફરી કચ્છની કામગીરીને મુકી હતી.

અન્ય સમાચારો પણ છે...