રજૂઆત:શાસ્ત્રના બચાવ માટે શસ્ત્ર ઉપાડવું પડે તો પણ તૈયાર છીએ : જૈન સેના

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અનુપ મંડળ સામે કડક કાર્યવાહી કરવા સંસ્થાની જિલ્લા કલેકટરને રજૂઆત

ભારતભરના અમુક રાજ્યોમાં છેલ્લા થોડા વર્ષોથી અનોપ મંડળ દ્વારા સનાતન ધર્મ અને ખાસ કરીને જૈન ધર્મ વિરોધી પ્રવૃત્તિઓ કરે છે. રાજસ્થાન, ગુજરાત અને મધ્ય પ્રદેશના અમુક વિસ્તારોમાં જૈન ધર્મ, સમાજ અને સાધુ ભગવંતો, સાધ્વીઓ સામે દુષ્પ્રચાર, ધાર્મિક ભાવના ભડકાવવાનું કામ કરે છે. જેને કારણે ક્યારેક હિંસા ભડકી ઊઠે એમ છે.

આ મંડળના કહેવાતા સંત અનુપદાસ મહારાજ પ્રતિબંધિત પુસ્તકોનું મૂલ્યાંકન કરી જૈન અને સનાતન ધર્મ વિરોધી પ્રવૃત્તિઓ કરે છે. કોરોના મહામારી ફેલાવવામાં જૈન સમાજ જવાબદાર છે એવા આક્ષેપ આ મંડળના રાષ્ટ્રીય અધ્યક્ષ આનંદ પ્રજાપતિ તથા મનકુરામ કરી રહ્યા છે, જેનાથી સમાજની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી છે. આ સંસ્થાના સભ્યો દ્વારા જૈન સાશન વિરૂદ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ધર્મગુરુ આચાર્યશ્રી વિમલસાગર સૂરીશ્વરજી મહારાજના પૂતળા દહન કરવામાં આવ્યું હતુ, જે નિંદનીય કાર્ય હતું એને અમારો સમાજ સખત શબ્દોમાં વખોડી રહ્યું છે.

જૈન સેનાએ માંગ કરી હતી કે, આ ઘટનામાં જે કોઈપણ કાર્યકરો હતા તેને પકડી અને સખત કાયદાકીય કાર્યવાહી કરાય. જગતહિત કારીણી પુસ્તકોમાં લખેલી વાતો પરથી લોકોને અનોપ મંડળ ભ્રમિત કરી રહ્યું છે. આ પુસ્તક પ્રતિબંધિત છે, છતાં સોશીયલ મિડીયા પર જોવા મળે છે. માટે તેના પર કાર્યવાહી કરી પ્રતિબંધ લગાવવો જરૂરી છે.

જૈન સેનાએ માંગ કરી હતી કે, તેમના સાધુ ભગવંતો સાધ્વીઓ સમગ્ર દેશમાં જ્યાં પણ વિચારતા હોય ત્યાં અથવા ચોમાસુ હોય ત્યાં તેમને સુરક્ષા આપવામાં આવે તેમજ ભૂતકાળમાં જૈન સાધુઓને રાજસ્થાન તથા બીજા રાજ્યોમાં રોડ એક્સિડન્ટ માં કાળધર્મ પામ્યા છે તેમની તપાસ થવી જોઈએ તથા આશંકા વ્યક્ત કરી હતી કે, અનોપ મંડળ દ્વારા આવા હિન કૃત્ય કરાયું હોય. દેશના વડા પ્રધાન અને રાજ્યના મુખ્ય મંત્રી જ્યાં પણ અનોપ મંડળના કાર્યાલય હોય ત્યાં પ્રતિબંધ લગાવવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...