ધોમધખતા તાપ વચ્ચે ગળપાદર પાસે ભરબપોરે વ્રુક્ષો કાપવાના પોતાના મજુરી કામની શોધમાં નિકળેલા માદેવભાઈ અને પરિવારનું કહેવું છે કે તેવો પહેલા તો લાંબો સમય અસમજંસમાં રહ્યા કે બધુ બંધ હાલતમાં કેમ છે? ગણ્યાગાંઠ્યા રુપીયા સાચવીને રાખ્યા હતા. લાકડા કે ઝાડ કાપવા માટે પણ કોઇ પરવાનગી નહતું આપતું. ગાંઠના બધા રુપીયા વપરાઈ ગયા. તેમની માં કહે છે કે ‘પરાણે અત્યારે બપોરે બધાને લઈને નિકળી, કેમ કે કાલે રુપીયા નહિ હોય તો રાંધીશ શું?’. રાશન કે કોઇ પ્રકારની સરકારી સહાય હજી સુધી તેમના સુધી પહોંચી નથી. એક હાથ બાળકને ખાંકમાં રાખી, બીજા હાથેથી બીજા બાળકને પકડીને ચાલતી અને રડતી પુત્રીને હીંમત આપતી મહિલા કહે છે કે ‘તડકા તો પડે, જીવન થોડુ અટકે’
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.