તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાણીની સમસ્યા:જંગી અને વાંઢિયા સહિતના ગામોમાં પાણીની પડોજણ : લોકો થયા પરેશાન

સામખિયાળી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માળીયા સમ્પથી પુરવઠો અોછો અાવતા ગામોને અસર
  • માલધારીની વધારે સંખ્યા ધરાવતા ગામોમાં જ સમસ્યાથી લોકોની સાથે પશુઅોને પણ અસર

ઉનાળાની સાથે જ કચ્છમાં પાણીની સમસ્યાઅો ઊભી થાય છે. નવાઇની વાત તો અે છે કે વાગડમાં તો નર્મદા કેલાન અાવી પહોંચી હોવા છતાં પીવાના અને સિંચાBHUJઇના પાણી માટે લોકો મુશ્કેલી અનુભવે છે. હાલ ભચાઉ તાલુકાના જંગી, વાંઢિયા, ગોડપર, મોડપર, લખાપર લાલિયાણા સહિતના ગામોમાં લાંબા સમયથી અનિયમીત અને અપુરતા પાણીના કારણે લોકો સમસ્યા અનુભવી રહ્યા છે. અા તમામ ગામોમાં 20 હજાર જેવી વસ્તી સાથે પશુપાલન સાથે જોડાયેલા લોકો હોવાથી અહીં પાણીની ખપત વધારે રહે છે.

જેના પગલે લોકોની સાથે પશુઅોને પણ અસર થઇ રહી છે. ગામ લોકોઅે અા અંગે પાણી પુરવઠાના અધિકારી સાથે વાત કરતા તેઅોઅે જણાવ્યું હતું કે માળિયા સંપ માંથી જ પાણી ઓછું આવતુ હોવાથી છેવાળાના ગામોમાં પાણી પહોંચી રહ્યું નથી. તેવામાં અા ગામોમાં પાણીની સમસ્યા તાત્કાલિક હલ કરવામાં અાવે તેવી માંગ કરવામાં અાવી છે.

અન્ય સમાચારો પણ છે...