તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિતરણ:કુરનમાં એક વર્ષમાં માત્ર 55 દિવસ જ પાણી વિતરણ કરાયું!

ભુજ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

કચ્છના છેવાડે આવેલા ગામોમાં પાણીની વિકારાળ સમસ્યા છે. ખાસ કરીને બન્ની જેવા પશુપાલન આધારિત ગામોમાં અપુરતા પાણીના કારણે માલધારીઓ હાલાકી ભોગવી રહ્યાં છે. તેવામાં કુરન ગામમાં છેલ્લા એક વર્ષમાં પાણી પુરવઠા વિભાગ દ્વારા માત્ર 55 દિવસ જ પાણી આપવામાં આવ્યું હોવાનો દાવો પંચાયત દ્વારા કરાયો હતો.કલેક્ટરને પાઠવેલા પત્રમાં સરપંચ સોઢા લાખાજી વેલજીએ જણાવ્યું હતું હતુ કે, ભુજ તાલુકાના કુરન કે જે સરહદી વિસ્તારનો છેલ્લામાં છેલ્લો ગામ છે. ગામમાં પાણીની ગ્રામલોકો તેમજ પશુધનને ખુબ જ મુશ્કેલી પડી રહી છે. ગામમાં પાણી પુરવઠા વિભાગ દ્વારા છેલ્લા 1–વર્ષમાં માત્ર 55-દિવસ પાણીનું વિતરણ કરાયું છે ! આ વિતરણમાં ગામના અંદાજિત 1600ની માનવવસ્તી તેમજ 4 હજાર જેટલા પશુઓ કેવી રીતે પીવાના પાણીથી સંતોષ માની શકે?અગાઉ આ બાબતે અનેક લેખિત તથા મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ આ અંગે કોઈપણ સંબંધીત કચેરી દ્વારા આજદિન સુધી આ મુશ્કેલીનો નિવેડો કરવામાં આવ્યો નથી.

ગામ દેશના છેવાડાના હોવાથી પાણી પ્રેશર પૂર્વક પહોંચાડવામાં આવતુ નથી. જેના લીધે ગામ લોકોને નાછુટકે ખાવડાથી પાણીના ટેન્ડર મંગાવવાની ફરજ પડે છે. જો આ બાબતે સત્વરે કોઈ કાર્યવાહી અથવા કાયમી ઉકેલ કરવામાં નહિ આવે તો નાછુટકે આ ગામના લોકોને તથા પશુધનને પાણીના પ્રશ્ન હીજરત કરવાની ફરજ પડશે તેવી તાકીદ કલેક્ટરને કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો